” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“ધબકાર” – અનાયાસ ઝિંઝુવાડીયા

પ્રેમ માણસની પ્રકૃતી એક અલગ જ પ્રકારની બનાવી દે છે. અને એમા પણ જ્યારે વિરહની વેદના અસહ્ય બને ત્યારે, માણસનો પ્રેમ ક્યારેક ક્યારેક ફ્ર્સ્ટ્રેશનના સ્વરૂપે ગુસ્સાથી બહાર આવે છે.

એને એકે એક પળે ખાલી એક જ વિચાર આવતો હોય છે કે વિરહના આ સમયને કેમ કરીને ખુશીઓના બાગમાં ફેરવું .

પણ કશું ન સૂજતા અને સમયની રેખાઓના ખેલમાં ખાલી કટ્પૂતળી બની જતા એ એજ વ્યક્તિ કે જેને પ્રેમ કરે છે એની લાગણીઓને અજાણતા ઠેસ  પહોંચાડ્તો હોય છે.

જાણતા-અજાણતા જો મારાથી આવું જ કંઇક થઈ જતું હોય તો હદયની સાચી લાગણીઓ કે જે હોઠો પર આવી શબ્દોનો આકાર નથી લેતી

એને કલમ દ્વારા શબ્દોનો આકાર આપવાનો પ્રયત્ન કરૂં છું.

આશા છે કે નેહલ કે જે મારા જીવનના પથમાં સાથ આપવા તૈયાર થયા ્છે તેમના માટે હદયની ભાવનાઓ રજૂં કરવાનો પ્રયત્ન કરૂં છું.

—————————————————————————————————————————————————

.

આંખોના પલકારે આજે આંસુ વેદના બની છલકાય છે,

પળ-પળના ધબકારે આજે તો સ્નેહના સ્પંદન વિખરાય છે.

શ્વા્ચ્છોશ્વાસે હવે આજે એક જ ઝંખના ઉત્પન્ન થાય છે,

મુકું તારા હોઠોએ સ્મીત એવા રમતા કે મનડું હવે તો તારૂં  સ્નેહમાંજ મલકાય છે.

..

વિરહના કાળજા તારા-મારા આજે તો જોઇ ,

ક્યારેક તો હદય પણ ધબકાર ચૂકી જાય છે.

હાથમાં હાથ નાખી આજે જીદંગીની નવી રાહે નીકળતા,

સમયના સાત સમુદ્રની રેખા આજે વચ્ચે ખેંચાય છે.

..

જુએ છે દુનિયા આજે અનંત પ્રેમ તારો-મારો,

તોયે પળે-પળે સંબંધોના આજે પારખા થાય છે.

કોમળ હદય આજે તો તારૂં-મારૂં ખાલી ભૂખ્યું છે પ્રેમનું,

ન જાણે કેમ તોયે આજે લાગણીઓ મૂંઝ્વણ બની છલકાય છે.

..

મળવાને હદય તારા આજે,

હદયતો મારૂં પણ થનગન થાય છે,

દૂરીના દરીયાને પ્રેમની નાવડીમાં ઓળંગવા જતા મનડું આજે,

ક્યાંક જીદંગીના વમળમાં ગોથા ખાય છે.

..

ભલે સક્ષમ નથી આજે લાગણીઓ સમક્ષ તારી રજૂં કરવા હું,

પણ કહું શું તને કે આજે તો મારી ઊર્મીઓ પણ જુદા આકારે પ્રગટ થાય છે.

વિશ્વાસ મારો કહે છે આજે ખબરતો તને પણ હશે કે,

ધબકાર  જ્યારે ત્યાં થાય છે ત્યારે અવાજ તો અહીં પણ સંભળાય  છે.

માર્ચ 26, 2010 Posted by | કાવ્ય | , , , , , , | 4 ટિપ્પણીઓ