” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“વળાંક “

**

જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું, જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,

કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ આજે અહીંયા કદાચ હું પણ નથી.

બસ ખાલી અસ્તિત્વ છે તો એ સુંદર યાદોનું ,

જ્યાં ક્યારેક જીંદગી પણ ખડખડાટ હસતી હતી, જ્યાં તારા માસુમ ગુલાબી સ્મિતને જોવા ચારેય દિશાઓમાં સૂર્ય પણ થંભી જતો હતો,

જ્યાં તારા હોઠોના સળવળાટે ફૂલો પણ ખીલી ઉઠતા હતા, જ્યાં તારી આંખોના પલકારે પવનની દિશાઓ પણ બદલાતી હતી,

આજે પણ આ કુદરત તારી એ આંખોની માસુમીયત અને સુંદર સ્મિતને ઝંખે છે,

એટલે જ મન મારું આજે કહે છે કે ,

“જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું ,જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,

કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ અહીંયા આજે કદાચ હું પણ નથી. ”

**

જુલાઇ 17, 2010 Posted by | 1 | 7 ટિપ્પણીઓ

SOME THOUGHTS IN ENGLISH ON GUJJU BLOG – Aanshik

“SUCCESS IS ENDLESS JOURNEY OF LIFE , SO ENJOY THIS JOURNEY HAPPILY”-Anayas 2001


“TRUTH OF BELIEF IS YOU- YOUR SELF” – Anayas 2003

MEMORIES ARE THE MOST BEAUTIFUL GIFT OF LIFE TO  MANKIND” – Anayas 2009

“UNIVERSE IS INCOMPLETE WITHOUT YOU SO AS VISE VERSA” – Anayas 2009

“WHAT I UNDERSTOOD ABOUT LIFE IS HAPPINESS” – Anayas 2010

“I CAN SEE WHAT I WILL BE IN FUTURE – MAY BE RIGHT OR MAY BE WRONG BUT ATLEAST I CAN SEE”-Anayas’10

“BOAT OF DREAMS ALWAYS MEETS SHORE OF REALITY THROUGH WATER OF LIFE” – Anayas 2010

“COMMITMENT TO YOUR DREAM IS COMMITMENT TO YOUR SOUL” – Anayas 2010

“ONE LIFE IS ENOUGH FOR ALL WISHES IF YOU CAN GRAB ALL “ – Anayas 1st Jan 2010

“LIFE ALWAYS GIVES YOU TWO OPTIONS, BOTH ARE IMPORTANT BUT ONLY ONE LEADS TO SUCCESS” – Anayas’10

“CHOICE IS NEVER RIGHT OR WRONG, ONLY END RESULT DECIDES ABOUT IT” – Anayas 2010

“BE WHAT YOU ARE BUT JUST CHANGE YOUR THOUGHTS FOR WHAT YOU WANT TO BE”Anayas’10


“DREAMS ARE SOUL OF TOMORROW’S REALITY” – Anayas 2010

“WE RUIN OUR TODAY FOR RACE OF TOMORROW AND ULTIMATELY WE ALWAYS FIND OUT PAST IN LOSS” – Anayas 2010

“CREATIVITY IS AN ART OF INTUITION BY SOUL” – Anayas 2010

ફેબ્રુવારી 4, 2010 Posted by | 1 | 1 ટીકા

“અટકળ” – અનાયાસ ઝિંઝુવાડીયા

confusion

.. 

ભાગતો-ભાગતો આજે ક્યાં જઇશ  તું ,

અંતે  અહિંયા જ ક્યારેક પાછો ન આવે   તું ,

જીવવા જે જીદંગી મથ્યો છે  તું,

ભાગતા એની પાછળ થાકી ન જતો  તું.

 ..

આંખો-આંખોમાં જે કહેવા મથ્યો છે  તું,

સમજણ પાડતા મનડાને મોડો  ન પડતો તું,

અપનાવે છે જે પ્રેમની પરીભાષા  તું,

અંતે અફસોસ ન કર્તો મનડાની આંખોએ  તું.

 ..

હસતા-હસતા  જે સપના  ઝંખે છે તું,

રડી ન પડતો ક્યારેક એને મેળવતા તું,

ઝંખનાના જે વાયરામાં  ઊડ્યો છે તું,

રોવડાવતો નહીં ક્યારેય પણ હસતા મનડાને  તું.

 ..

કહેતા-કહેતા  આજે જ્યાં અટક્યો છે  તું,

અટકતો નહીં કાલે ત્યાંજ પૂરૂં કહેતા તું,

 અટકાયેલા શબ્દે આજે ન મુંજાઈશ   તું,

 શબ્દોની અટકળમાં મુંજવણને ક્યારેક તો કાલમાં અટકાવીશ તું.

જૂન 23, 2009 Posted by | 1 | 1 ટીકા

” કહું છું ક્યાં હું કે “– – અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક )

crying-eye

કહું છું ક્યાં હું કે તારી આંખોમાં મારા સ્મીતની છબી હોવી જોઇએ,

પણ ભાગતી જીદંગીની આ રાહોમાં કોઇ ના કોઇ વિસામે હદયમાં તારા ,આપણા પ્રેમની એક છબી  તો હોવી જોઇએ.

.

કહું છું ક્યાં હું કે ખુશીઓમાં તારી મારા સાથની  છબી હોવી જોઇએ,

પણ થાકે જ્યારે તું લડીને સંજોગોની રમતૉથી તો આંસુઓમાં તારા, મારી યાદોની એક છબી તો  હોવી જોઇએ.

.

કહું છું ક્યાં હું કે ઝહેનને સમજવા મારા તારી પળો મને સમર્પીત હોવી જોઇએ,

પણ બેસે તું જ્યારે એકાંતે મનડા સાથે વાતો કરવા તારા, હોઠો પર સ્મીતમાં મારા ઝહનની એક પળ તો હોવી જોઇએ.

.

કહું છું ક્યાં હું કે  જીદંગીના પ્રાણ બનીને તું સદા મારી રહેવી જોઇએ,

પણ જ્યારે જોવે તું મને શૈયાએ પોઢેલો આંખોમાં તારા, આંસુઓમાં મારી ઝંખનાનું એક આંસુ તો હોવું જોઇએ.

જૂન 11, 2009 Posted by | 1, કાવ્ય | , , , , , , , , , , , , , , | 6 ટિપ્પણીઓ