” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” ઉર્મી “

હ્ર્દયના શબ્દો લખ્યા છે મેં આપણા પ્રેમ ના પારેવાની એ પાંખો પર,

આંખો માંથી પ્રેમ આંસુ બની વહે છે આજે તારા એ ખિલખિલાટ સ્મિત ની યાદો પર.

ભલે તુ ગઇ હતી મારી પ્રેમની દુનિયા ને એકલી મુકીને હસતા હસતા,

આજે હદય તો તારૂં પણ રડતું હશે એ પ્રેમની મીઠી યાદો પર.

કહેવાય છે કે જીદંગીમાં ક્યારેક સમય આવે છે એવો જ્યારે છૂટી જાય છે સાથ એ સુંદર યાદોનો,

પણ ક્યારેક તો સામનો થાય છે એ યાદોનૉ પાછો જીદંગીની જ આ રાહો પર.

કારણકે મનુષ્ય ભૂલી જવાનો પ્રયત્ન કરે છે ગઇ કાલને પરિસ્થીતીઓ ના દોષો પર,

પણ સાચા પ્રેમમાં બળ તો પરિસ્થિતીઓ નું પણ નથી ચાલતું હદયની એ મિઠી યાદો પર.

ડિસેમ્બર 25, 2008 Posted by | કાવ્ય | 6 ટિપ્પણીઓ

” મિત્રતા ”

ખુશીઓ તો આમ પણ મારી જીદંગીથી ભાગે છે દૂર બહું,

અને હવે તો દિલથી દૂર તું પણ ચાલ્યો જાય છે.

મિત્રો તો આમ પણ સાચા નથી મળ્યા જીદંગીમાં મને બહું,

સાથ છોડીને એકલો તો તું પણ આ મિત્રને મુકીને જાય છે.

જીદંગીના અંધારે સાથતો મારો પડછાયો પણ મને નથી આપતો ક્યારેય બહું,

આ અંધારાના સન્નાટ્ટામાં હાથતો તું પણ છોડાવીને ચાલ્યો જાય છે.

આંસુ લુછ્યાતા તેં મારા જ્યારે હાર્યો તો હું આ જીદંગીની આંટી-ઘૂંટીઓમાં બહું,

આજે તું આંસુ લુછવા વાળો આંખોમાં તો આંસુ જ આપીને ચાલ્યો જાય છે.

નથી ખબર પડતી કે ખુશ થાઉ તારા ઉજ્જ્વળ ભવિષ્ય પર કે આજે પાછો રોઉં એ ભૂતકાળની યાદોમાં બહું,

તારઈ મિત્રતાના સાથને ગુમાવીને જીદંગી તો મારી આ એકલતાથી સુની સુની બનતી જાય છે.

કારણ કે મળ્યો હતો હું તને ક્યારેક આજ જીદંગીના કોઇક ચૌરાહા પર ખુશીથી બહું,

પણ ભુલી ગયો હું જીદંગીનો નીયમ કે ક્યારેક  ચૌરાહા પર દુઃખી વિદાય આપવાનો સમય પણ આવી જાય છે.

—- અનાયાસ ઝિંઝુવાડીયા

ડિસેમ્બર 21, 2008 Posted by | કાવ્ય | 9 ટિપ્પણીઓ

” માનવી ? “–અનાયાસ ઝિંઝુવાડીયા

નીકળ્યો હતો જ્યારે હું શાંતીની શોધમાં,

જોઇ મેં મારી જ લાશો ખરડાયેલી લોહીથી દરેક ગલીઓમાં- ઓટમાં,

કર્યા વરસાદ લોહીના મેં મનેજ વારંવાર કાપીને,

રંગી ધરતી મેં લાલ લોહીની નદીઓ ને વહાવીને,

ના સાંભળી ચીસો મેં એ માની, જેની આંખો ચારેય બાજુ શોધતી હતી મને જ લોહીના દરિયામાં.

ના સંભળાઇ એ ચીસો મને લોહી લુહાણ એ મારા બાળપણની,

જે રડતું હતું મરેલી લાશોના ઢગલા વચ્ચે એક જીદંગીની શોધમાં,

હતું આકાશ રંગાયેલુ એ વખતે ચારેય ખૂણે લોહીના જ રંગોમાં,

અને વર્ષ્યા મેઘ પણ આંસુઓના એ દિવસે તો લોહીના જ રૂપમાં.

જીદંગીની ક્ષણે-ક્ષણો માંગતી હતી ત્યારે મોતની ભીખ,

થયો એ દિવસે  જ્યારે હું ” દાનવ ” ભુલાવીને લાગણીઓની પ્રીત,

કર્યા ભાગલા જ્યારે માનવતાના મેં ઇશ્વરના નામે,

આંખોમાં હતું ઝનૂન નવી સૃષ્ટિના સર્જનના નામે,

જીદંગી અને ખુશીના સર્જનને ભૂલી વધારૂં છું હું મોતના આંકડા,

છતાંય ગર્વથી ગણાવું છું મારી જાતને ઇશ્વરની સૌથી સુંદર શરૂઆત જેને સૃષ્ટિ ઓળખે છે “માનવી”ના નામે.

ડિસેમ્બર 17, 2008 Posted by | કાવ્ય | 2 ટિપ્પણીઓ

” સરવૈયું ” – અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક)

love

જીદંગીની આંટી-ઘૂંટીઓમાં ફસાયેલો આ માનવી,

પ્રગતીની દોડમાં જીદંગીને જ કેમ ભૂલાવતો હોય છે આ માનવી ?

બાળપણની પાપા-પગલીઓ જેની આંગળીઓ પકડીને કરતો હોય છે આ માનવી,

અંતે તો આધારનો ખભો પણ કેમ નથી આપતો એજ આંગળીઓ ને આ માનવી?

જુવાનીના જોશમાં જગ આખું જીતવા મથતો હોય છે આ માનવી,

તોય જીદંગીના અંતે હંમેશા છેલ્લે તો એકલો જ કેમ પડતો હોય છે આ માનવી?

આપણાની લાગણીઓને વારંવાર દુભાવતો હોય છે આ માનવી,

તોય સવાર-સાંજ લાગણીઓના માવઠાની રાહ કેમ જોતો હોય છે આ માનવી?

જીદંગીની દોડમાં આંકડા મોટા કરવા મથતૉ હોય છે આ માનવી,

પણ જીદંગીના અંતે પોતાના જ સરવાળા-બાદબાકીના હિસાબ કરતા કેમ ડરતો હોય છે આ માનવી?

બાળપણમાં ગલીઓમાં લખોટીઓ અને છાપો રમતો હોય છે આ માનવી,

તો આજે ખુદ બેફામ આંતકની રમતો કેમ રમ તો હોય છે આ માનવી?

ઔલોકિક ભવિષ્યની શોધમાં વર્તમાનનો વિચાર ક્યારેય નથી કરતો આ માનવી,

તો પછી જીદંગીના અંતમાં ભૂતકાળને યાદ કરીને હંમેશા અફસોસ કેમ કરતો હોય છે આ માનવી?

આખી જીદંગી પાપો કરતા વખતે ઇશ્વરનો વિચાર ક્યારેય નથી કરતો આ માનવી,

તો પછી જીદંગીની પાનખરે ભાગવત અને કુરાનમાં પુણ્યના રસ્તા કેમ શોધતો ફરે છે આ માનવી?

ડિસેમ્બર 14, 2008 Posted by | કાવ્ય | Leave a comment

” આંશિક ” -અનાયાસ ઝિંઝુવાડીયા

sunrise

” સપના અને વસ્તવિકતા વચ્ચે નો ફરક એટલો જ  હોય છે ખાલી,

કે ઘણા જીવતા જ મરેલા હોય છે અને  ઘણા તો મરીને પણ જીવી જાય છે,

કે જીવન-મરણ નુ આ ચક્ર આપડા હાથ મા નથી હોતુ,

કારણ કે અન્તે તો બધુ રાખ જ બની જાય છે.

કે ભલેને જીદંગી ની આ રેસ મા કોઇ કેટલુ પણ કેમ ના જીતે

પણ અંતે મોત ના હાથે  તો હારી જ જવાય છે “

ડિસેમ્બર 3, 2008 Posted by | શેર-શાયરી | 1 ટીકા

” જીદંગી ” -અનાયાસ ઝિંઝુવાડીયા

life-1

 

 

 

 

 

 

 

 

 

 

સિગરેટના ધુમાડા જેવી છે જીદંગી,

પળમાં ધૂંધળી તો પળમાં પારદર્શી છે જીદંગી,

છતાં ક્યારેક પોતાની તો ક્યારેક પારકી લાગે છે જીદંગી,

કોઇના પણ રોકાવાથી કંઇ થોડી ઊભી રહે છે જીદંગી ?

———–

સંબંધોમાં સચવાયેલી જીદંગી,

એકલતાથી ગભરાયેલી જીદંગી,

ક્યારેક વિશ્વાસ તો ક્યારેક સમજોતા પર ચાલતી જીદંગી,

કોઇનો પણ સાથ છૂટવાથી કંઇ થોડી ઊભી રહે છે જીદંગી ?

——

આંખોથી આંખોની ભાષા સમજતી જીદંગી,

લાગણીઓના ઉંહકાર અનુભવતી જીદંગી,

ક્યારેક પ્રેમમાં જીવતી તો ક્યારેક વિરહમાં મરતી જીદંગી,

સમયના બદલાવો છતાં પ્ર્રેમની પરિભાષા કંઇ થોડી બદલે છે જીદંગી ?

——–

સમયનાં વહેણમાં વહેતી જીદંગી,

આપણાની લાગણીઓમાં ભીંજાયેલી જીદંગી તો,

ક્યારેક યાદોની પાછળ સંતાયેલી જીદંગી,

ક્યારેક હસાવતી તો ક્યારેક રડાવતી જીદંગી,

ઋતુઓના બદલાવાથી શ્વાસ લેવાનું કંઇ થોડી છોડી દે છે જીદંગી ?

 

——

સ્વપ્નોના ગુણાકારોથી બનેલી જીદંગી,

ભૂતકાળની બાદબાકીઓથી ઉભરતી જીદંગી,

તો ક્યારેક ભવિષ્યમાં વર્તમાનનો તાળો મેળવતી જીદંગી,

પરંતુ સરવાળે તો ખાલી શૂન્ય પામવા હોવાના છતાં કંઇ ગણતરીઓ થોડી છોડે છે જીદંગી ?

——–

તારી આંખોની ચંચળતામાં રમતી જીદંગી,

તારા હોઠોના સ્મીતમાં હસતી જીદંગી,

ક્યારેક તારા આંસુઓમાં રડતી તો, ક્યારેક તારી ખુશીમાં ઝૂમતી જીદંગી,

પણ જો તારો સાથ ના હોય તો શું સાચે કહેવા લાયક છે જીદંગી ને જીદંગી ?

ડિસેમ્બર 1, 2008 Posted by | કાવ્ય | 4 ટિપ્પણીઓ