” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“ડગલું”

ક્યારેક  લખ્યું  હતું  એ  મહત્વનું  કે  ક્યારેય  પાછું  એ  વાંચ્યું  નથી એ કે  પછી  ક્યારેય  સમજ્યો નથી  એ,  અને સાચું કહું ને તો  કદાચ  સમજ્યો નહિ  કરતા  સમજાયું જ  નહિ  હોય  એ  વધારે  યોગ્ય  છે, નહિ? શું કેહવું છે તમારું? ચાલો એ જવા દો પણ આજે અચાનક શું થયું, એવો વિચાર આવતો હશે, નહિ?

કરવું  તો  હતું  ઘણું  બધું  પણ  થયું  તો  હાજી  કંઈજ  નથી. અને અસમંજસ તો એ છે કે   આને   સફર  નો  કયો  એ  મુકામ  કહું  જ્યાં  વિરામ  પણ  નવી  શરૂઆતની ઝંખના માં મૂંઝાયો છે  કે  પછી  અને  અંત  જ  કહી  દઉં  તો? એક પૂર્ણવિરામની સરસ વાખ્યા બની જાઉં તો?. એમ  હતું  કે  હમણાં  લખીશ  , હમણાં  બેસીસ , હમણાં  કોઈક  વિચાર  આવશે . અરે  અત્યરે  તો કઈ આમ સમય બગાડાય , આ થોડું કઈ  મહત્વનું  છે , અત્યરે  લખવું જ  નથી. હમણાં પછી લખાય છે ને, જિંદગી ક્યાં પતી જવાની છે   અને બોસ વિચારો  પણ  આવવા  જોઈએ  ને?

વિચારો  ને  શબ્દો  ની  ગોઠવણી  માટે  અધ્યયન  નો  અભાવ  તો  પેહ્લે  થી  જ  છે , તો  પછી  ખબર  એ  ના  પડી  કે  રાહ  શેની  જોઈ , વિરામ  શેનો  લીધો? આ  સમયધારા કલાકો , દિવસો  ને મહિનાઓની  રમત  રમી  અમૂલ્ય  વર્ષો  વિતાવી  ગઈ .

બીક તો એ લાગે છે કે આ ડગલું માંડું કે નહિ? પછી એમ થાય છે કે ફરક શું પડે છે? તો પછી માંડું તો કેવી રીતે? ને પાછું એમ થયું કે કઈ ફરક પડે કે ના પડે મહત્વ એનું નથી. મહત્વ તો એનું છે કે ક્યારેક ભવિષ્ય માં એક ઊંડો શ્વાસ સંતોષ નો હશે કે અફસોસ નો. અને પાછું આટલા વર્ષો માં કઈ બઉ સિતારા નથી તોડી પડ્યા તો આ એક ડગલાં માં કેટલો ફરક પડશે? બઉ બઉ તો બીજું ડગલું પાછળ લઇ લઈશ એટલે જેસે થેની અવસ્થામાં પાછા. એમાંય પાછી લાગણી એવી આવીકે જો લખાણનું આ એક ડગલું માંડવાનુંજ છે તો અંદરનુજ બહાર નીકળે એવું કેમ નહિ? વિચારો ના જોડકા જોડી ને વાક્યો બનાવની માજા એ ખરી માજા નથી. અને જો લાખવાનીજ મજા નથી તો વિચારોની મજા પણ નથી.   આ ડગલું ભવિષ્યમાં આગળ જશે કે પાછળ એ ખબર નથી પણ એક વાત આજે ચોક્કસ છે કે જ્યારે લખું છું ને ત્યારે અંદરથી લાગણી સરસ ઉભરે છે ને એક સંતોષનો ઊંડો શ્વાસ નીકળે છે કે “હાંશ” કંઇક  લખ્યું તો ખરું.

આગળની બીજી કોઈ ખબર નથી પડતી પણ એક વાત નો નિશ્ચય આજે કરવો છે કે આ ડાગલાની સફર મારા હર્દયથીજ ચાલુ થાય અને એનો એક એક શબ્દ એ મારી લાગણી સાથે જ ઉતરે.   આજથી બધાને ગમે એવું કરતા મને ગમે એવું  લખવું છે. લખવું છે કારણકે નહિ પણ બસ લખવું છે એટલેજ લખવું છે.   ભાષાને સમજ્યો નથી ને નથી સમજ્યો ક્યારેક વ્યાકરણ પણ લાગણીને ખુબજ ઊંડાણથી સમજ્યો છું. એટલેજ આજે વિચારો વગરનું,ભાષા વગરનું ને વ્યાકરણ વગરનું લખવું  છે જેમાં ખાલી લાગણીજ છે. એક મોટા અલ્પવિરામ પછી આજે પૂર્ણવિરામ નહિ પણ એક ઉદગાર બનાવ માટેનું મારુ આ એક “ડગલું”.

માર્ચ 23, 2018 Posted by | વિચારો | , , , , , , , | Leave a comment