” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” આજે આ જીદંગી ” – અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક )

life

..

કેવી હાલતમાં છે આજે આ જીદંગી,

ક્યારેક ખુશીઓ તો ક્યારેક દુઃખોથી ભરેલી છે આ જીદંગી.

 

આજે તો યાદોની ગણતરીએ છે આ જીદંગી,

ક્યારેક મિત્રો તો ક્યારેક દુશ્મનોથી ભરેલી છે આ જીદંગી.

 

તારા પ્રેમના હવાલે હતી મારી આ જીદંગી,

ક્યારેક તારી આંખોએ તો ક્યારેક તારા સ્મીતે ખીલતી હતી આ જીદંગી.

 

આજે તો મા નો વહાલ યાદ કરે છે આ જીદંગી,

ક્યારેક ગરમ-ગરમ રોટલી તો ક્યારેક પુરણપોળી યાદ કરે છે આ જીદંગી.

 

ગઇ કાલના બાળપણને ઝંખે છે આ જીદંગી,

ક્યારેક લખોટીઓ તો ક્યારેક છાપો ગણતી હતી આ જીદંગી.

 

એટલેજ મન કહે છે કે  હે આંશિક  સાચેજ  આજે કઈ હાલતે છે આ જીદંગી,

હવે તો ખાલી નોટો તો ક્યારેક સિક્કા ગણે છે આ જીદંગી.

મે 25, 2009 Posted by | કાવ્ય | , , , , , , , , , , | 5 ટિપ્પણીઓ

“ભૂલી જાય છે એ કે… ” – અનાયાસ ઝિંઝુવાડીયા ( આંશિક )

sunrise

..

સમય સમયની આ વાત છે,

પ્રેમને સમજવાની આ રાત છે,

નીકળ્યો છે મનડાને પ્રીતે જોડવા તારી,

ભૂલી જાય છે એ કે આતો ખાલી સપનાઓની રાત છે.

 –

સમય સમયની આ વાત છે,

સત્યો સમજવાની આ રાત છે,

ખુંદવા નીકળ્યો છે ફક્ત જીવનમાં ખુશીઓ એકલો,

ભૂલી જાય છે એ કે આતો ખાલી અનુભવોની રાત છે.

 –

સમય સમયની આ વાત છે,

લાગણીઓ સમજવાની આ રાત છે,

ડૂબી ગયો છે ખાલી એક જ બિંદુએ એવો,

ભૂલી જાય છે એ કે આની આગળ રેખાઓની રમતની તો હજુ બાકી લાંબી રાત છે.

 –

સમય સમયની આ વાત છે,

ખુદને સમજવાની આ રાત છે,

ભાગ્યો જાય છે દોડા-દોડ પરચૂરણ ભેગું કરવા પાછળ એવો,

ભૂલી જાય છે એ કે અસ્તિત્વની આ રાત પછી ઉપરની દુનિયામાં ફરી એક નવી શરૂઆત છે.

 –

સમય સમયની આ વાત છે,

મનુષ્યને સમજવાની આ રાત છે,

ભાગ્યો છે એક પળમાં આંસુઓના સમાધાન શોધવા એવો,

ભૂલી જાય છે એ કે દુઃખોની આ રાત પછી સુઃખની એક આનંદમય સવાર છે.

.

મે 17, 2009 Posted by | કાવ્ય | , , , , , , , , , , , | 1 ટીકા

“શબ્દોના અભાવે “–અનાયાસ ઝિંઝુવાડીયા (આંશીક)

water

..

પ્રેમના પાલવડે તારા જીવતો હતો હું,

તારા હોઠો પરની હસી જોઇ ખીલતો હતો હું.

.

આજે તને યાદ કરતા આંખે ભીનો થયો છું હું,

શું કરૂં તારી આંખોના મારણે જ મરવા ટેવાયેલો છું હું.

.

તારા પ્રેમના સાગરને વર્ણવા ઉર્મીઓની આવે છે આજે ભરતી એવી,

પણ આજે શબ્દોના અભાવે લાચાર બન્યો છું હું.

.

એમતો મૃત્યુંની રમત પછી લાશ બને છે દુનિયા આખી,

પણ તારી લાગણીઓના સાગરમાં જ ડુબી મર્યો છું હું.

..

મે 14, 2009 Posted by | કાવ્ય | , , , , , | 7 ટિપ્પણીઓ

“નથી ખબર પડતી આજે કે” — અનાયાસ ઝિંઝુવાડીયા

lost

.. 

અસ્તિત્વની દોડમાં કૅટલું ભાગ્યો છું હું,

નથી ખબર પડતી આજે અંતે કે શેની પાછળ આ આંધળી દોડ લગાવતો હતો હું?.

.

જીદંગીને સમજવા કેટલો મથ્યોતો હું,

નથી ખબર પડતી આજે અંતે કે મથી-મથીને પાસે મેળવ્યું છે શું?.

.

તારા મનડાની લાગણીઓ કેટલી ઠુકરાવતો હતો હું,

નથી ખબર પડતી આજે અંતે કે તારા પ્રેમને ગુમાવી જગમાં શું જીત્યો છું હું?.

.

બનવા જગનો રાજા કેટલા પ્રયત્નો કરતો હતો હું,

નથી ખબર પડતી આજે અંતે કે માંડ રંક બની રહ્યો છું હું તો અસ્તિત્વની દોડમાં અત્યાર સુધી કરતોતો શું હું?.

.

જીદંગીના સરવાળે આંકડા મોટા કરવા નીકળ્યોતો હું,

નથી ખબર પડતી આજે અંતે કે સરવાળે તો ખોટમાં જ ગયો તો આટલી ગણતરીઓ કરતો તો શેની હું?.

..

મે 13, 2009 Posted by | કાવ્ય | , , , , , , , | 4 ટિપ્પણીઓ

“તરસે છે” – અનાયાસ ઝિંઝુવાડીયા

lonely

.

.

થયો નહીં કદાચ એટલો પ્રેમ તારાથી મને,

યાદો તો જીરવે છે હજુ પણ આ મન,

બોલતો હવે ભુલાવું કેમનો તને?

.

પાપણના પલકારે રાખ્યો તો પ્રેમ આપણો સજાવી જ્યારે મેં,

ખબર શું હતી કે તુટસે એજ પાપણ,

બોલતો હવે એજ પાપણે પાછી માંગુ કેમની તને?

.

ખબર ન હતી કે જીદંગી સંજોગોની રમત હવે એવી રમે છે,

 કે આવી છે આ વિરહની અનંત રાત,

બોલતો હવે મનાવું કેમનું આ મનડું જે એક ઝલકને જોવા તરસે છે તને?

.

.

મે 12, 2009 Posted by | કાવ્ય | , , , , , , , , | 4 ટિપ્પણીઓ

” આ જીદંગી”- અનાયાસ ઝિંઝુવાડીયા

rose

.

.

      જીદંગીમા ક્યારેક મળે છે જીદંગીને એક જીદંગી,

      પછી એ જીદંગીના સહારે નીકળે છે આ જીદંગીની પૂરી જીદંગી.

      પરંતુ જો જીદંગીની રાહ પર સાથ છોડે આ જીદંગીનો જો એ જીદંગી  ,

       તો પછી જીદંગીને પણ ભારે પડે છે વિતાવવી આ પૂરી જીદંગી.

મે 9, 2009 Posted by | શેર-શાયરી | , , , | 4 ટિપ્પણીઓ

” પ્રેમના સ્પંદન ” – અનાયાસ ઝિંઝુવાડીયા

loveપ્રેમની પરિભાષાને વર્ણવે એવા  શબ્દો હોતા હશે કંઈ એમ, 

કે  જોવે તારી આંખો અને ધબકે આ મનડું મારું ,

એને વર્ણવા શબ્દોને કંઈ આકાર અપાયા નથી હોતા.  

..

હૃદયની ઉર્મીઓ તારા હૃદયના દ્વારે દસ્તક દે એના કોઇ અગોતરા સમાચાર હોતા હશે કંઈ એમ, 

કે આતો  તને રસ્તે થી જોઉ ઉભેલી ઝરૂખે ને તારા સ્મીતના સ્પંદને થાઉ ઘાયલ હું ,

કંઈ એવા નસીબ મારા દરેક વાર નથી હોતા. 

..

વસંતની રમણિય સવારમાં જોવા નીકળું તારૂં મુખલડું કંઈ એમ,

 ને થાય મારા મનની તારા મનડા જોડે વાતો,

તો એમા દોષ કંઈ કલરવ કરતા પંખીડાઓના નથી હોતા.

..

ઉઘડે છે નવી સવાર તારી યાદોના આગોશમાં કંઇ એમ, 

પણ રાતેય ચંદ્રમાંની ચાંદનીએ તારી પ્રિતના સ્વપ્નો,

આ આંખોએ કંઈ ઓછા નથી  જોયા હોતા.

..

વરસે છે આ મેઘ આજે તારા આગમનના એંધાણે કંઈ એમ,

 તારા આગમનની ખુશીના ઉત્સવે વસંતે પણ,

પ્રેમના ફૂલો  કંઈ ઓછા નથી ખીલાવ્યા હોતા.

..

પ્રેમના અંકુર ફૂટે  છે આજે લાગણીઓના સિંચનથી કંઈ એમ,

 કારણકે પ્રેમતો બસ પ્રેમ ને સમજે છે ખાલી ,

કારણકે એને કંઈ તારા અને મારાના ભેદભાવ નથી હોતા

 

 

મે 8, 2009 Posted by | કાવ્ય | , , , , | 2 ટિપ્પણીઓ

” પ્રેમના પાલવડે ” — અનાયાસ ઝિંઝુવાડીયા

each other

”  પ્રેમના અસ્તિત્વને શબ્દોમાં ચિતરવું એ શક્ય છે ખરૂં?ને જો સાચા અર્થમાં કહુંતો શું પ્રેમને સંપૂર્ણપણે ઊંડાણ પૂર્વક સમજવાની સમર્થતા આપણામાં છે ખરી? ”

————————————————અનાયાસ ઝિંઝુવાડિયા———————————————————————

તો બોલ તને પ્રેમ વિશે શું ખબર છે?”

સંજના રાજ ને પૂછે છે. રાજ ખૂબજ નાનું સ્મિત આપીને એમની અને ન્યૂયોર્કની આલિશાન ઇમારતો વચ્ચે રહેલી હડ્સન નદીને જોવે છે અને ન્યૂયોર્કની સુંદરતામાં વધારો કરતી રોશનીમાં ક્યાંક ખોવાઇ જાય છે.

સંજના અને રાજ ઘણા સારા મિત્રો છે. રાજ ગુજરાતી અને સંજના રાજસ્થાની છે. બંન્ને જણા દર શનિવાર સંધ્યાકાળે અહીં આવે છે. રાજને હડ્સન નદીના પટનો ભાગ બહુંજ ગમે છે જેને લોકો ન્યૂપોર્ટના નામે ઓળખે છે. ન્યૂપોર્ટથી હડ્સનના પેલે કિનારે એક જાદુઇ નગરી છે. જેનું સપનું અમેરીકા આવનારી દરેક વ્યક્તિ જોવે છે અને જાદુઇ નગરીનું નામ છે ન્યૂયોર્ક. રાજ ત્રણ વર્ષ પહેલા ભારતથી જાદુઇ નગરીમાં આવેલો. તેણે ત્યાર બાદ માસ્ટર્સ પતાવ્યું અને છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્કની બહુજ મોટી કંપનીમાં ઉંચી પદવી પર કામ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારત ગયો નથી. સંજના એની સાથેજ એજ કંપનીમાં કામ કરે છે. બંન્ને વચ્ચે ખુબજ સરસ મિત્રતા છે. સંજનાને રાજ નો સ્વભાવ ખૂબજ ગમે છે. સવારથી સાંજ સુધી જોડેજ કામ કરતા હોવા છતાં બંન્ને લગભગ છેલ્લા એક વર્ષથી ન્યૂપોર્ટના કિનારે આવે છે. રાજ પણ તેમની મિત્રતાને પૂરતો ન્યાય આપતો રહ્યો છે. બંન્ને આટલા સારા મિત્રો હોવા છંતા બંન્નેમાં બહુજ વિભિન્નતા છે. સંજના રાજને દરેક વાત કરે છે. આજે એક વર્ષમાં રાજ સંજના વિશે બધુંજ જાણે છે પણ સંજના રાજના વિશે કશુંજ જાણતી નથી.કારણકે રાજ ક્યારેય સંજના અથવા તો કોઇ પણ સાથે ખુલીને અંગત વાતો કરતો નથી. સંજના હડ્સનના પાણી તરફ જોઇને રાજને પૂંછે છે

રાજ આમ અચાનક કેમ ભારત જાય છે આવતા અઠવાડિયે? ”

રાજ ન્યૂયોર્કની ઇમારતો ઝગમગ થતી બત્તીઓ તરફ જોઈને કહે છે બસ એમ સંજુ, કોઇ કારણ નથી

સંજના મોઢું મચકોડીને રાજ સામે ખોટોખોટો ગુસ્સો કરતા બોલી

અને કોઇ કારણ હશે તોય તું ક્યાં કોઇને કહેવાનો છે, જવા દે તને તો કંઇ પણ પૂંછવું નકામું છે.”

રાજ હજી પણ ઢળતી સાંજની લાલિમામાં ધીમેધીમે પોઢાઇ રહેલ ન્યૂયોર્ક સામે જોતો કંઇક પણ જવાબ આપ્યા વગર વિચારવામાં મગ્ન હતો. પાછી સંજના એની બેઠક પરથી ઊભી થઈ અને રાજનું ધ્યાન તોડવા ફરી બોલી ઉઠે છે

રાજ એક વાત તો કહે તારે દિવસમાં ઘણા બધા ફોન આવે છે પણ ઘણીવાર મને એવું લાગે છે કે તું મારાથી કંઇક છુપાવે છે. મોટા ભાગનાં ફોન માં તો તું મારી સામે વાતો કરતો હોય છે પરંતું ક્યારેક ક્યારેક એવું લાગે કે તું કઈંક છુપાવા સાઈડમાં જઈને વાતો કરતો હોય છે. એવા તો કોના ફોન હોય છે કે જે તું મારાથી એટલેકે તારી સૌથી સારી મિત્રથી છુપાવા માંગતો હોય છે.”

રાજ હજી પણ ઢળતી સાંજના સૂરજ સાથેના સંગમ રૂપી ગુલાબી નભ સામે જ જોતો હોય છે. જાણે કુદરતની અનંત દુનિયામાં ખોવાઈ જ ના ગયો હોય? સંજના ને એવું લાગે છે કે કાંતો રાજ આ પ્રશ્નોના જવાબ નથી આપવા માગતો અથવા એ કોઇક વિચારમાં એટલો ડૂબેલો છે કે એને સંજનાની વાતોમાં ધ્યાન જ નથી. સંજના ધીમે-ધીમે એની પાસે જાય છે અને રાજની બાજુમાં ઊભી રહે છે અને રાજ ના ચહેરા સામે જોવે છે. ત્યારે રાજ એક-નજર સંજના સામે નાખે છે અને બીજી જ પળે એ હડ્સનના પાણીના ઊંડાણમાં ખોવાઈ જાય છે.  સંજના સમજી જાય છે કે રાજને ખબર છે કે સંજના શું પૂછી રહી છે પણ દર વખતની જેમ એ આજે પણ જવાબ આપવા માંગતો નથી.  એટલે સંજના રાજનું ધ્યાન પોતાની તરફ કરવા માટે હડ્સન નદીના કિનારા પરથી દુર-દુર સુધી દેખાતા પાણીને જોઇને અમથો એવો સવાલ કરે છે

” રાજ ચલ એતો કહે કે આ જગ્યા તને આટલી કેમ ગમે છે?… આપણે રોજ અહીં એક જ સમયે આવીયે છીયે અને રોજ અહીં નજારો પણ એક જ હોય છે તો પછી આજ જગ્યા કેમ?  મારા મતે પણ આ જગ્યા ખુબજ સુંદર છે પણ નદીના કિનારા તો બધાજ સુંદર હોય ને?”

રાજ હવે સંજના સામે જોવે છે અને હળવેકથી સ્મિત આપીને કહે છે

” તું ક્યારેય સુધરવાની નથી. તને ખબર છે કે તારા કયા પ્રશ્નોના જવાબ હું આપવાનો છું અને કયા નો નહીં તોય પ્રશ્નોતો કરવાના જ નહીં? “

” ચલ એ બધું જવા દે. હવે તું મને આજે એમ કહે તારા મતે પ્રેમની વ્યાખ્યા શું? “

સંજના રાજને એના અનંત મૌનમાંથી બહાર કાઢી બહુંજ ખુશ હતી અને ધીમેથી ઊભી થઈને ત્યાંની પટ ઊપરની રેલીંગ ઊપર હાથ ટેકવતા કહે છે

” મારા મતેતો પ્રેમ બધું જ છે. જ્યારે કોઇ તમને ગમે, તમને તેની સાથે રહેવું ગમે, એની દરેક વાતો ગમે, અને મન અને હદયમાં ખુબજ શાંતી અને હળવાશ અનુભવાય મારા માટેતો બસ એજ પ્રેમ છે. “

રાજ એકધારી નજરે સંજના સામે જોઇજ રહ્યો અને થોડા મજાક અને હાસ્યના મર્મમાં બોલ્યો

” બહુજ સરસ. તદ્દન ઉંચા દરજ્જાની તમારી તો પ્રેમની વ્યાખ્યા છે. ખુબ જ સરસ. મેડમ તમે આટલું બધું ઊંડું જ્ઞાન ધરાવતા હશો પ્રેમ માટે એની મને તો ખબર જ નહોતી. આશ્ચર્યચકિત કરી મૂક્યો મને.”

રાજ સંજના સામે જોઇને ખુજ હળવેકથી સ્મિત આપે છે. ત્યાંજ મસ્તીમાં આવીને પાછૉ કહે છે

” પણ સંજના આ બધુંતો તારા અને મારા વચ્ચે પણ લાગું પડે એમ છે એનું શું?”

આ સાંભળતાજ સંજના ખડખડાટ હસી પડે છે અને હસતા- હસતા

” પ્રેમ અને આપણી વચ્ચે? કોઇ કાળે શક્ય નથી. આપણેતો સારા મિત્રો છીએ અને એજ રહી શકીયે. પ્રેમ અને તારા જેવા નિરસ વ્યક્તિ જોડે તો થાય જ નહીં “ મસ્તીના મૂડમાં બોલી.

રાજ ઉભો થાય છે અને સંજનાના માથે હળવેકથી ટપલી મારતા કહે છે

” ગાંડી એતો મનેય ખબર છે કે આપણે મિત્રો જ છીયે અને મિત્રો જ રહેવાના. આમેય તારા જેટલી બોલકણી જોડે પ્રેમ કરીને મગજ ખરાબ કોણ કરે “ અને રાજ મસ્તીથી હસવા માંડ્યો.

સંજના આજ હળવા  મસ્તીના વાતાવરણમાં કહે છે ” કેમ કેમ કેમ ? હું કંઇ એટલી બધી ખરાબ છું?”

”  અને તું તો જવા જ દે આમેય તને ક્યાં પ્રેમ વિશે કંઇ ખબર પડે છે. તને તો તારૂં કામ અને તારૂં એકાંત એ બેજ તો વહાલું છે. તને પ્રેમ થાય એ તો શક્ય જ નથી “

રાજ એની વાતને ટાળતા હસવા માંડે છે ” ચલ એ બધી વાત જવા દે , આજે તને એક વાર્તા કહું”.

સંજના થૉડી આશ્ચર્યમાં પડે છે ” બોલ-બોલ તું અને વાર્તા કહે? અતિ-સુંદર શ્રિમાન રાજ “.

આજે રાજ કદાચ  પહેલીવાર આવી કોઇ વાત સંજનાને કહે છે. સંજના એક શ્રેષ્ઠ શ્રોતા તરીકે સામે રહેલી બેન્ચ (બાંકડા) પર બેસી જાય છે. રાજ શાંતીથી આકાશના અંધારે અજવાળું પાથરતા ચંદ્રમાં સામે જોઇ જમણા હાથમાં રહેલી કોફીનો ધૂંટડૉ ભરી ચાલું કરે છે.

સંજના પ્રથમવાર આજે રાજની આંખોમાં અલગભાવ જોઇ રહી હતી.  રાજ સંજના બાજુ ફરે છે અને ચાલુ કરે છે

” આ વાર્તા છે આર્યાન અને પ્રકૃતિની. આર્યાન એક મોજીલો અને ખુશ મીજાજ છોકરો છે. એણે જીદંગી પાસેથી નાતો ક્યારેય કંઇ માંગ્યુ છે નાતો ક્યારેય કંઇ પણ ન મળવાની ફરિયાદ કરી છે. આર્યાન ભણવામાં ખુબજ હોંશીયાર હતો. તે તદ્દન સામાન્ય કુંટુંબ માંથી આવેલ હતો. તેના પિતા એક સામાન્ય શિક્ષક હતા. તે હંમેશા જીદંગીને ખુશીથી અને શાંતીથી જીવવામાં માનતો હતો. એની ઉંમર ૨૧ વર્ષની હતી પરંતુ જીદંગીએ તેને દરેક સારા-નરસા અનુભવો કરાવ્યા હતા. “

“એક દિવસ આર્યાન કોલેજમાંથી રજા પાડીને ઘરે બેઠો હતો. બપોરના ૪ વાગ્યા હતા. આર્યાને એક મહિના પહેલાજ ટાટા (tata) કંપનીનો મોબાઇલ ફોન વસાવ્યો હતો. એ વખતે આખા ગુજરાત માં કોઇ પણ ટાટા ના મોબાઇલથી બીજા ટાટાનામોબાઇલ પર વાત મફતમાં થતી હતી. આર્યાન       સેક્ટર-૨૩, ઘ-૬ માં એક રૂમ રાખીને તેના બીજા બે મિત્રો ચિરાગ અને અંકુર સાથે રહેતો હતો. આજે કોલેજમાં રજા પાડીને એના રૂમની પાછળ આવેલી બાલ્કનીમાં ખુરશી નાખી અને પાળી પર પગ ચઢાવીને ગીતો સાંભળતો હોય છે. એટલામાં ફોન આવે છે. મોબાઇલ સ્ક્રીન પર નામ આવે છે ” અનીતા “. આર્યાન અને અનીતા મિત્રો છે અને તે આર્યાનની સ્કૂલના સમયની મિત્ર સ્નેહલની નાની બહેન હતી. આર્યાન અને સ્નેહલ ૮ વર્ષોથી મિત્રો હતા. એ બંન્ને જણા અને ત્રિપુટીનો ત્રીજો સભ્ય ઉત્સવ. અનીતા એ પણ tata નો મોબાઇલ લિધા પછી આર્યાન જોડે વાતો કરવાનો સિલસલો ચાલુ કર્યો હતો. આર્યાનને તો આમ પણ સ્નેહલ જોડેજ વાત કરવાનું ગમતું હતું છતાંય અનીતા સ્નેહલની નાની બહેન હોવાથી એ ફોન આવે તો થોડી-ઘણી વાતો કરી લેતો. આર્યાન ફોન ઉપાડે છે અને કહે છે

” બોલો અનીતા મેડમ, આજે કેમ અમને યાદ કર્યા?”

અનીતા કહે છે   ” આર્યાન શું કરે છે તું? હું તો મજામાં પણ પરીક્ષાઓની તૈયારી કરૂં છું. “

આળસ ખાતા-ખાતા આર્યાન બોલ્યો ” હું તો આ જો કોલેજમાં રજા પાડીને ઘરે મસ્તીથી આરામ ફરમાવતા ગીતો સાંભળું છું. હું અને કિશોરના ગીતોની બહાર , સમજી?

અનીતા આર્યાનની આ વાત સાંભળીને હસી પડે છે

” હા! હા! હા! તું ક્યારેય નહીં સુધરે. હવે સાંભળ હું અને મારી બીજી ફ્રેન્ડ્ઝ (બહેનપણીઓ) એક જણના ત્યાં ભણવા ભેગા થયા છીએ. પણ મારી એક ફ્રેન્ડને પરીક્ષા નથી એટલે એ કંટાળી રહી  છે. એટલે તને ફોન કર્યો છે કે જો તું નવરો (ફ્રી) હોય તો તારી થોડી વાર એની જોડે વાતો કર. એનાથી એનેય કંટાળો નહીં આવે અને તને તો નવી ફ્રેન્ડ મળશે. ” અને પાછળથી બીજી છોકરીઓનો હસવાનો અવાજ આવે છે.

આર્યાન એના દરેક મિત્ર વર્તુળમાં બહુજ પ્રતિભાશાળી હતો જો અંગ્રેજીમાં કહીએ તો cool dude અને flirty હતો. એની એક કુદરતી તકલીફ હતી કે એના મિત્ર વર્તુળમાં છોકરા કરતા છોકરીઓ વધારે હતી.  પણ હા આજ સુધી કોઇ પણ આર્યાન અને ઉત્સવ વચ્ચે આવી શેકલ નહી. આર્યાન પાણી પીતા-પીતા કહે છે

” ઑ.કે. મને તો કોઇ વાંધો નથી જો એને વાંધોના હોય તો. પણ નામ તો કહે મને “

ત્યાંજ બીજી બાજુંથી એક ખચકાટ ભર્યો અને બહુજ કોમળ અવાજ આવ્યો ” પ્રકૃતિ !!! પ્રકૃતિ પટેલ.  કેમ છે આર્યાન?”

આર્યાન મસ્તી થી કહે છે ” હું તો મસ્ત છું તમે કેમ છો મીસ્-પટેલ?” અને પ્રકૃતિ જોડે આગળ વાત વધારે છે.

એ દિવસે આર્યાન અને પ્રકૃતિ દોઢ-બે કલાક વાતો કરે છે અને બંન્ને થાકતા જ નથી.  આર્યાને આટલી લાંબી વાત ક્યારેય કોઇ જોડે નહીં કરી હોય અને નાતો પ્રકૃતિએ. ભલે આર્યાન હતો flirty સ્વાભાવનો પરંતુ ૧૫-૨૦ મિનિટથી વધારે તો ક્યારેય કોઇ જોડે વાત નહીં કરી હોય. પણ એ દિવસે ખબર નહીં બંન્ને જણા એ દિવસે વાતો કરતા થાક્યા જ નહીં. અંતે અનીતાને ઘરે જવાનું થયું ત્યારે એનો ફોન હોવાથી પ્રકૃતિએ ફોન મુકવો પડ્યો. તો આવી રીતે બંન્નેની પ્રથમ મુલાકાત તો નહીં પણ પ્રથમ વાત થઇ હતી.

ત્યાર બાદ એ વાતો નો સીલસીલો ચાલુ થઇ ગયો. જ્યારે પણ અનીતા જોડે હોય પ્રકૃતિ ત્યારે હંમેશા ખાલી ફોન પર આર્યાન જોડે જ વાતો કરતી રહેતી હતી. આમ ધીમે-ધીમે બંન્ને જણા ઘણા સારા મિત્રો બની ગયા હતા. ધીમે-ધીમે એવું થવા માંડ્યું કે બંન્ને દિવસમાં એકબીજા જોડે એક વાર વાતો ના કરે તો ચાલતું નહીં. એક થી દોઢ મહીનો જતો રહ્યો પણ બંન્ને રૂબરૂ મળ્યા નહોતા. અને એટલે જ એકબીજા ના દેખાવ વિશે બંન્ને એ ઘણી માન્યાતાઓ ખ્યાલોમાં બાંધેલી. બંન્નેની પ્રથમ મુલાકાત ધૂળેટીના દિવસે ઉત્સવના ઘરે થયેલી. એ દિવસે આર્યાન ખૂબજ હતાશ અને દુઃખી હતો. ૧-૨ દિવસ પહેલાજ એની “ગૅટ”ની પરીક્ષાનું પરીણામ આવ્યું હતું. જેમાં એ પાસ થઈ શકેલ નહીં જેથી એને હવે એમ.ફાર્મ.માં  એડમીશન મળી શકે એમ હતું નહીં. ધૂળેટી એનો સૌથી ગમતો તહેવાર હોવા છંતા આજે એ સવારનૉ ઉત્સવના ઘરે  બેઠો હતો અને આજે એને રમવાની ઇચ્છા ન હતી. બધા નીચે રંગો અને પાણીથી તરબોળ થતા હતા અને આર્યાન ત્રીજા માળે બાલ્કનીમાં બેઠો બેઠો ક્યાંક ખોવાઇને બેઠેલો હતો.

એટલા માંજ પ્રકૃતિનો ફોન આવે છે ” આર્યાન ક્યાં છે?”

આર્યાન ધીમા અને ઉદાસ  અવાજે પ્રત્યુત્તર આપે છે ” હું ઉત્સવના ઘરે છું”

પ્રકૃતિ ઉતાવળમાં કહે છે કે ” મારે આજે તને મળવું  છે. હું થોડી વારમાં આવું છું ત્યાં તને મળવા” અને ફોન મુકી દે છે.

આર્યાનનું મન હવે વિચારે ચડે છે કે પ્રકૃતિ કેવી લાગતી હશે. અને એને આવી હાલતમાં જોશે તો શું થશે? આર્યાને બાવા જેટલી દાઢી વધારી હતી અને કપડા ના પણ ઠેકાણા નહોતા. પણ પ્રકૃતિને મળવાની ઇચ્છા રોકી ના શક્યો અને પ્રકૃતિને ના પણ ના પાડી શક્યો મળવાની. એટલા માંજ ૧૫-૨૦ મિનિટમાં તો પ્રકૃતિનો ફોન આવે છે અને કહે છે

” આર્યાન જલ્દી નીચે આવ હું નીચે આવી ગઇ છું”

આર્યાન અને ઉત્સવ નીચે ઉતરતા-ઉતરતા આવતા હોય છે ત્યાંજ આર્યાનની નજર દૂર એક એક્ટીવા લઇને ઉભેલી છોકરી પર પડી.

છોકરી નમણી અને સાદા દેખાવ વાળી હતી. પ્રથમ નજરે જોતા કંઇ ખાસ આકર્ષીત વ્યક્તિત્વ આર્યાનને લાગ્યું નહીં. આર્યાનની ધારણા કરતા પ્રકૃતિ તદ્દન અલગ હતીં. સાદો ચહેરો , વાંકડીયા ખભા સુધીના વાળ ઘંઉવર્ણો વાન તથા પાતળૉ બાંધો. આર્યાન મનમાં થોડોક તો ખચકાયો

” આ છે પ્રકૃતિ?????”

બીજી બાજું પ્રકૃતિની ધારણા કરતા આર્યાન પણ તદ્દન અલગ હતો. આર્યાનનું શરીર થોડું વધી ગયું હતું અને પેટ થોડું બહાર આવતું હતું. ઉપરાંત સાદા અને લઘર-વધર વેશમાં જ હતોં. પ્રકૃતિને જ્યારે ખબર પડી કે આ બંન્ને છોકરાઓ માંથી એજ આર્યાન છે ત્યારે એને થયું કે

” આ આર્યાન?????   આતો “કાકા” જેવો લાગે છે “ અને એની ધારણાઓના પંખીઓ મનના માળામાંથી તરત જ ઉડી ગયા

બંન્નેની આટલા દિવસો સુધીની ધારણાઓ પાણીમાં ગઇ અને એકબીજાને મળવાનું જે ગાંડપણ હતું એ એકજ પળમાં શમી ગયું. ત્યાર બાદ બંન્ને મળ્યા. આર્યાન પ્રકૃતિના કહેવા પર ધૂળેટી રમ્યો. થોડીવારમાં  પ્રકૃતિને કુટુંબના બીજા સભ્યો જોડે બહાર જવાનું હોવાથી એ ત્યાંથી જતી રહી. પણ એ મુલાકાત પછી આર્યાન અને પ્રકૃતિ ને એવું થયું કે હવે વાત થાય તો ઠીક છે નહીંતર કંઇ નહીં. પણ એમ-નેમ ૨ દિવસ ગયા પણ બંન્નેથી રેહવાયું નહીં અને બંન્નેની ફોન અને મેસેજ દ્વારા વાતો પાછી ચાલું થઇ.  ખબર નહીં શું પણ બંન્ને જણા વાતો કરતા તો ક્યારેય ખૂટતીજ નહીં અને પાછો એજ સીલસીલો ચાલું થયો જે પહેલા જેવો હતો. હવે બીજી બાંજુ અનીતાને ઇર્ષા થવા માંડી અને એણે પ્રકૃતિ અને આર્યાનના કાન ભરવાનું ચાલું કર્યું અને ઝઘડા કરાવ્યા. અને પરીણામે બંન્ને વચ્ચેનો વાતોનો એ દોર બંધ થયો. ૨-૩ મહિના આમજ વિતી ગયા અને આર્યાનનું ભણવાનું પત્યું.

આર્યાન અમદાવાદ ઘરે બેઠો હતો અને એક બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને આર્યાન થોડોક ખચકાતા ઉપાડે છે અને ત્યાંજ બીજી બાજુથી કોઇક છોકરીનો ખચકાતો અવાજ આવે છે

” આર્યાન કેમ છે? હું પૂજા બોલું છું, પ્રકૃતિની ખાસ મિત્ર.”

આર્યાન પેહલા થોડૉ આશ્ચર્યમાં પડે છે એ એને શું કામ પડ્યું પણ છેવટે પૂછે છે

” શું કામ પડ્યું મારૂં આજે? કેમની આ નકામા માણસની આજે યાદ આવી? “

પૂજા થૉડું અચકાતા બોલે છે “આર્યાન પ્રકૃતિનો કોઇ વાંક નથી”

અને ધીમે-ધીમે આર્યાનને સમજાવે છે કે કેવી રીતે અનીતાએ રમત રમીને બંન્નેને અલગ કર્યા અને એમની આટલી સારી મિત્રતામાં ભંગાણ કર્યું.

આર્યાન કંઇક વિચારીને કહે છે       ” પૂજા મારે પ્રકૃતિ જોડે વાત કરવી છે. મારે કંઇક પૂછવું છે “

પૂજા થોડી ખચકાઈ અને વિચારતા બોલી   ” હું કહિશ એને આર્યાન અને એ તને જરૂર ફોન કરશે બસ તું ગુસ્સેના થતો એ ગભરાય છે તારાથી”

પણ એના અધૂરા વાક્યમાં જ આર્યાન બોલ્યો ” પૂજા તું કહે કે ના કહે મને ખબર છે કે પ્રકૃતિ તારી બાજું માં જ બેઠી છે અને ક્યારની આપણી વાતો સાંભળે છે”

પૂજા થોડી હેતબાઇ ગઇ અને પ્રકૃતિને ફોન આપે છે. પ્રકૃતિ થોડી ખુશી અને થોડી ગભરામણમાં ફોન લે છે અને આર્યાનને કહે છે

” sorry આર્યાન, મેં ખોટો અનીતા પર વિશ્વાસ કર્યો અને તને ના કહેવાનું કીધું. please i am extremely sorry.”

આર્યાન ઊંડો શ્વાસ લેછે અને પૂછે છે   ” તે મને ક્યારેય કેમના પૂછ્યું? આપણી મિત્રતા પર આટલોજ વિશ્વાસ ખાલી? “

અને પાછો ગુસ્સો કરે છે અને ના બોલવાનું બોલે છે. પ્રકૃતિ રોવા મંડે છે અને ફોન મૂકી દે છે. પાછા ૧-૨ મહિના જતા રહે છે એમ-ને-એમ. આર્યાન usa આવવાની તૈયારી કરવામાં પડી જાય છે. એક દિવસ સાંજે પ્રકૃતિનો sms આવે છે

” do you remember me?” આર્યાન ખુબજ શાંત અને ઠંડા મને પ્રકૃતિને ફોન કરે છે

” sorry dear, i am really sorry . મારે આમ વારે ધડિયે તારા પર ગુસ્સે થવા જેવું નહોતું.  sorry for hurting you. “

એ દિવસે સાંજે અનીતાએ બંન્ને જણાને એકબીજા વિષે કેવી ખોટી વાતો કહીને ચડાવ્યા હતા એની ચર્ચાઓ થઈ અને ખુલાસા કર્યા અને                             ઘણાદિવસો પછી૨/૩ કલાક વાતો કરી. એ દિવસે બંન્નેના મનને એક અજબની શાંતી થઈ અને ખુબજ ખુશીથી વાતો કરી. એ પછી  રોજની જેમ વાતો થવા માંડી અને આર્યાન અને પ્રકૃતિ  દરેક વાત એકબીજાને કહેવા લાગ્યા.  આર્યાન પ્રકૃતિને બહુજ સરસ મિત્ર માનતો હતો પરંતુ પ્રકૃતિનું વર્તન ધીમે-ધીમે બદલાવા માંડ્યું.  આર્યાનને લાગ્યું કે પ્રકૃતિ મિત્રતાથી કંઇક આગળ વધી રહી છે. આર્યાનની જીદંગીમાં આ પહેલા પણ આવું ૫/૬ વાર બનેલું હતું કે સારી મિત્રતા પછી સામેના પાત્રએ જીદંગીભર સાથી બનવાની તૈયારી બતાવી હોય.  પરંતુ આર્યાન દર વખતે ના પાડતો અને મિત્રતાને મિત્રતાના માપમાં જ રાખતો.  પણ આજે પ્રથમ વાર એજ ઘટના જ્યારે પ્રકૃતિ સાથે થઈ રહી છે તો ના જાણે કેમ એને ગમ્યું. એણે આ વાત ઉત્સવ અને એની ગર્લફ્રેન્ડને કિધી કે પહેલીવાર આવું અજુગતો અનુભવ થાય છે

અને બંન્ને જણા ખુશ થઈને કહેતા કે ” Mr. Aaryan , you are in love “. પણ આર્યાન એ વાતને નકારતો.

ધીમે-ધીમે એને પ્રકૃતિમાં બધું ગમવા માંડ્યું. એનો અવાજ, એની આંખો , એની માસુમ હંસી ,              એની મસ્તીભરી આંખોની ચંચળતા…….. બધુંજ. ધીમેધીમે એણે પોતાની બોલવાની કળાથી પ્રકૃતિની આસપાસ લાગણીનું એવું વાતાવરણ ઉભું કર્યું કે

એક દિવસ પ્રકૃતિએ ના છુટકે આર્યાનને પુછ્યું   ” Aaryan i love you… Do you love me? “.

સંજના ફટાક દઈને બાંકડા ઉપરથી ઊભી થઈને કહે છે   ” રાજ WOW!!!! યાર great . આર્યાને તો ફટાફટ હા જ પાડી દીધી હશે નહીં? “ રાજ હસે છે અને કહે છે       ” ના એવું કંઈ જ ન બન્યું. ઉલટું આર્યાને એ વખતે કોઇ જ જવાબ ના આપ્યો “

આર્યાન થોડો સ્તબ્ધ થઈ ગયો કારણકે એણે આટલું જલ્દી પ્રકૃતિ પૂછશે એવું સ્પનેય નોતું ધાર્યું.

એણે પ્રકૃતિને હા ન પાડતા કહ્યું કે

” આપણે એક દિવસ રૂબરૂ મળીએ અને મારે તને ઘણું બધું કહેવું છે પછી નિર્ણય લઈએ તો કેવું રહે ? પ્રકૃતિ થોડી દુઃખી થઈ અને નિરાશ મને હા પાડી અને બંન્ને જણાએ  ૧૫-ઓગસ્ટ ના મળવાનું નક્કી કર્યું.  આર્યાનના મનમાં ઘણા એવા કારણો હતા કે જેનાથી એણે આ પહેલા  પણ બધાને ના પાડી હતી.

અને એ કારણો આ વખતે પણ એને રોકતા હતાં. પણ આ વખતે દર વખતની જેમ સીધી ના ન પાડી

અને નક્કી કર્યું કે પ્રકૃતિને એ બધું જણાવશે અને પછી પ્રકૃતિ જે નિર્ણય લે એ અંતિમ રહેશે.

૧૫-ઓગસ્ટની સવારે ૧૧ વાગે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ધનંજય ટાવર પાસે આવેલા

CCD (cafe coffe day) માં મળવાનું નક્કી થયું હતું.  આર્યાન ત્યાં પહોંચે છે ત્યારે પ્રકૃતિ પહેલેથીજ આવીને બેઠી હોય છે. આર્યાન એને દુરથી જ જોવે છે  અને એની માસુમ હંસી અને પ્રેમાળ આંખો જોઇને મનમાં ડર લાગે છે કે એ જે આજે કહેવાનો છે એના પછી જો પ્રકૃતિ જો ના પાડશે તો?

આર્યાન એની સામે જઈને બેસે છે. પ્રકૃતિ હળવેકથી સુંદર સ્મીત આપીને આર્યાનને એની બાજુંમા આવીને બેસવાનું કહે છે.  આર્યાન જીદંગીમાં ઘણી છોકરીઓ સાથે ફર્યો છે પણ આજે જેવો ખચકાટ એ જે અનુભવે છે એવો એણે ક્યારેય નથી અનુભવ્યો.

આજે પ્રકૃતિ ખાલી એની બાજુંમા બેસવા બોલાવતી હોવા છતાં એના હદયના ધબકારાની ગતી અચાનક વધવા માંડે છે.  છતાંય એ ઊભો થાય છે અને પ્રકૃતિની બાજુંમા જઈને બેસે છે. પ્રકૃતિનો ડાબો હાથ પોતાના જમણા હાથમાં લે છે

અને હદયની ગતીના આવેગો ખુબજ વધી જાય છે. અને બીજી જ પળે પ્રકૃતિ એનો બીજો હાથ એ બંન્ને હાથ ઉપર મુકે છે અને શાંતીથી પંપાળે છે  ત્યારે લાગણીના દરેક તરંગો અને હદયની ગતી શાંત પડતી જણાય છે. અને આર્યાન એની જીદંગીમાં આવી અનંત લાગણીનો  અનુભવ પ્રથમ વાર કરે છે જે કદાચ સૌથી સારો હતો. પ્રકૃતિ પ્રેમથી આર્યાનની આંખોમાં આંખ નાખી અને ખુબજ પ્રેમાળ સ્મીત આપતા પૂછે છે ” બોલ આર્યાન, શું કહેવું છે? જે પણ મનમાં હોય એ ખચકાયા વગર કહીદે આજે અને પૂછીલે. સહેજ પણ ગભરાવાની જરૂર નથી”

આર્યાનમાં આ જોઇને હિંમત આવે છે. પ્રકૃતિના બંન્ને હાથને પોતાન હાથમાં લેતા વાત ચાલું કરે છે ” પ્રકૃતિ તું મને પણ ગમે છે. જીદંગીમાં પ્રથમવાર હું કોઇ છોકરીને ના પાડવાનું કોઇજ કારણ શોધી શક્યો નથી.  અને એટલેજ આજે તને મારી જીદંગીની દરેક એ હકિકત કહેવા માંગું છું જે તારે જાણવી જરૂરી છે અને જે મેં આજ સુધી કોઇને ક્યારેય  કહી નથી.  એ પછી નિર્ણય તારો જ હશે. મારી તો હા જ છે પણ મને એ ડર છે કે આ સાંભળ્યા પછી તારો નિર્ણય બદલાઈ શકે છે.  પણ હું તને છેતરવા નથી માંગતો એટલે કહું છું”

આર્યાન એ પછી એની જીદંગીની અતિથી ઇતી સુધી કહિ સંભળાવે છે. આર્યાન આ બધી વાતો એટલે કહેતો હતોકારણકે   એ પ્રકૃતિને એની જીદંગી કેટલી અલગ છે, આર્યાન જે દેખાતો હોય છે એ નથી, એની જીદંગીની હકિકતો, જવાબદારીઓ,  ગંભીરતા અને સમસ્યાઓ કે જેનાથી આર્યાન આજ હસતા અને મસ્તીવાળા ચહેરા સાથે ૨૪ વર્ષથી લડે છે એનું ભાન કરાવા માંગતો હતો.

આર્યાન ૪-૫ કલાક આખી વાત કરે છે અને પ્રકૃતિને છેલ્લે કહે છે ” જો પ્રકૃતિ હું જીદંગીમાં એક જ વાર પ્રેમ કરી શકીશ એટલે તું જે પણ નિર્ણય લે એ વિચારીને લેજે.  આ બધું તને એટલે કહ્યું કે પાછળથી તને ક્યાંક બહારથી ખબર પડે અને તને એવું ના લાગે કે મેં તને છેતરી.  હું એક પારદર્શી કાચ જેવો જીદંગીભરનો પ્રેમાળ સંબંધ ઈચ્છું છું. તારી હા હશેતો મારા જેટલો ખુશ વ્યક્તિ દુનિયામાં  કોઇ નહીં હોય. અને ક્યાંય પણ ખચકાટ હોય તો પ્રેમથીના પાડજે એનાથી આપણી મિત્રતાને કંઇ નહિં થાય.  આર્યાન મિત્ર હોવા છતાં પણ તારી જોડે દરેક પરિસ્થીઓમાં તારી જોડે તને સાથ આપવા માટૅ તારી બાજું માં જ હશે.”

પ્રકૃતિ શાંતીથી આર્યાન સામે જોવે છે. ખુબજ ખુશ , આંખોમાં લાગણી અને વિશ્વાસ સાથે આર્યાનને કહે છે ” હું તૈયાર છું અને તું મારી જોડે હોઇશ તો દુનિયામાં જીદંગીના કોઇ પણ તોફાનમાં તારો સાથ આપીશ.  તે મને ન છેતરીને પ્રામાણિક પણે આજે જે દરેક હકિકત કહી દિધી જેનાથી હું ૧% પણ વાકેફ નહોતી  એનાથી તારા પરનો વિશ્વાસ ને તારા માટેનો પ્રેમ ખુબજ વધ્યો છે અને I love you so much. ”

અને આર્યાનના આંખોમાં ખુશીના પાણી દેખાઇ આવે છે . આમ ચાલુ થાય છે પ્રેમની અનંત દુનિયાની શરૂઆતની.

રાજ સંજનાને કહે છે બસ thats the end.  સ્ંજના ખુબજ ઢીલી થઈ ગઈ હોય છે અને કહે છે ” રાજ આ કેટલો સરસ પ્રેમ, નાતો દેખાવ પર આધારીત, નાતો કોઇ બંધિશ. ખાલી પવિત્ર અનંત પ્રેમ.” આર્યાન આકાશ સામે જોઇને ક્યાંક ખોવાઈ ગયો હતો અને ખાલી ભારે સ્વરે એટલું જ કહે છે

“હા. ખાલી પવિત્ર અનંત પ્રેમ . લાગણીઓના દરિયામાં ખાલી એક વિશ્વાસના સઢે ચાલતી પ્રેમની નાવડીના એ બે જ મુસાફરો હતા. “

સંજના રાજ સામે જોઇને પૂછે છે    “રાજ સાચું બોલતો એ પછી શું થયું?” ખુલ્લા આકાશના વાદળોમાં ખોવાયેલા ચંદ્રમાની કળા પરથી આંખો હટાવીરાજ સંજનાની સામે જોવે છે  ત્યારે સંજનાને આર્યાનની આંસુઓમાં ડૂબેલી આંખો દેખાય છે.  સંજનાની સામે એકિટ્શે જોવે છે અને આંખમાંથી આંસુના વહેણ લાગણીની ધારા સમાન નીકળતા હોય છે અને                                  સંજનાને એ પોતાનું state id card હાથમાં આપે છે એમાં નામ લખ્યું હોય છે ” Mr. Aaryaan Raj “ અને સંજના સ્તબ્ધ થઈ જાય છે અને રાજની સામે જોવે છે એજ વખતે આર્યાનના ફોનની રીંગ વાગે છે અને આર્યાન ફોન ઉપાડતા બોલે છે

” હા પ્રકૃતિ બોલ…..હા હું આવતા અઠવાડિયે આવું જ છું…….”

અને ફોન પર વાતો કરતો-કરતો દૂર ચાલતો જાય છે. સંજના હજી પણ સ્તબધતા સાથે મૂર્તીની જેમ આર્યાનને  જોતી બેઠી હોય છે અને એની આંખોમાંથી હડ્સનના નીરની જેમ શાંત પ્રવાહે આંસુના વહેણની ધારા ચાલું હોય છે.

મે 5, 2009 Posted by | વાર્તા | , , , | 10 ટિપ્પણીઓ

“કાળા અક્ષર”–અનાયાસ ઝિંઝુવાડીયા

memory1

જીદંગીના પ્રશ્નોના જવાબ આજે ખુદ પ્રશ્નો બની ગયા,

જોડે ગાળેલા સુઃખ-દુઃખના એ દિવસો આજે યાદો બની ગયા.

કે જોઇ જમાનો તને-મને કહેતો હતો કે વાહ! શું છે આ પ્રેમ કહાની!,

આજે તો ખાલી કાગળ પરના કાળા અક્ષર બની ગયા.

એપ્રિલ 16, 2009 Posted by | શેર-શાયરી | , | 4 ટિપ્પણીઓ

“શોધું છું…..”–અનાયાસ ઝિંઝુવાડીયા

memories

જીદંગીના પ્રશ્નોના જવાબ શોધુ છું,

આજે પણ તારી આંખોમાં એ પ્યા શોધું છું.

એક સમય હતો કે જ્યારે તું ખોવાયેલી રહેતી હતી મારી યાદોમાં,

આજે એ ખોવાયેલા સમયમાં તારી યાદ શોધું છું.

એપ્રિલ 16, 2009 Posted by | શેર-શાયરી | | 3 ટિપ્પણીઓ

“હડ્સનના કિનારે” -અનાયાસ ઝિંઝુવાડીયા

sunset

આર્યાન આજે વર્ષો પછી જગ્યાએ આવ્યો છેહડ્સન નદીનો કિનારો એના ભૂતકાળના સંસ્મરણો સાથે બહુ ગૂઢ રીતે સંકળાયેલો છેહડ્સન નદીના પાણી આજે પણ એવા ચંચળ છેહડ્સન આમ તો કહેવાની નદી છે, બાકીતો એનો પ્રવાહ ખૂબ મોટૉ, પહોળૉ તથા દરિયામાં આવતા મોજા જેવો છેહડ્સન નદી આમ પણ ન્યૂયોર્કના છેડે તો એટ્લાન્ટિક સમુદ્રમાં સમાઇ જાય છે. તે કારણથી હડ્સન નદીનું સ્વરૂપ સામાન્ય નદીઓ કરતા કઇં અલગ છે. નદીનું પાણી આછું ભૂરું અને ખુબજ પારદર્શી છે.

આજે સંધ્યાકાળના સમયે આકાશ દૂરદૂર આછું ગુલાબી છે અને પૂર્વેથી સતત ઠંડો પવન વાય છે. આકાશ અને સૂર્યની રમતની લાલિમાના પડછાયા સ્વચ્છ રીતે જોઇ શકાતા હતા. ખૂબજ સુંદર અને રમણિય છે આજની હડ્સનનૉ નજારોકુદરતનું અનેરૂં સ્વરૂપ જોવાવાળાને એવું લાગે કે કુદરતના અનેરા રંગમાં ડૂબીને હડ્સનના કિનારે આમ જીવ્યા કરીએ. આર્યાન આજે કુદરતની અસીમ રમતના પડછાયા જે નભમાં દેખાઈ રહ્યા છે તેમાં ક્ષિતિજો પાછળ કંઇક શોધી રહ્યો છેએને આજે સૂરજની આકાશને આછા ગુલાબી રંગે રંગવાની રમતમાં ભૂતકાળની યાદોના ચિત્રો તાદ્શ્ય થતા હતા. પૂર્વેથી વાતા પવનો જાણે હડ્સનના નીરમાંથી ચિત્રોને જીવંત કરતા હોય એવો અનુભવ થતો હતોઆર્યાન યાદોના ચિત્રોની જીવંતતામાં ખોવાઈ જાય છે.

આર્યાન આર્યાનજયેશે ધરમાં પ્રવેશતા બૂમો મારવાની ચાલુ કરી.

આર્યાન એના રૂમમાં એના પલંગ પર એના રવિવારના નિત્યક્રમ મુજબ નાહ્યા વગર લેપટોપ પરકાર રેસની ગેમરમવા બેઠો હતો. અને ત્યાંથી ધ્યાન હટાવ્યા વગર

બોલ પટેલ, શું કામ છે? હું! ‘કાર રેસની ગેમરમવા બેઠો છું.”

પટેલ એટલે આખું નામ જયેશ પટેલ. એક વર્ષથી એચ વિઝા પર હતો પણ અત્યારે જુનો પ્રોજેક્ટ પત્યા પછી નવો પ્રોજેક્ટ હમણા મળ્યો નથી એટલે જલસારામ. પાંચ મહિના પહેલા શિખર મારફતે ઘરમાં થોડાક દિવસ રહેવા અવ્યો હતો પણ પછી બધાની જોડે બહુજ મજા આવતા અને ફાવી જતા ત્યારથી આજ ધરમાં રહી ગયો હતોપટેલ એની આદત મુજબ બૂટ પહેરીને સીધોજ આર્યાનના રૂમમાં પ્રવેશ્યો અને કહ્યું

બડ્ડી, આજે ક્યાંક જઇએ, બહારનું વાતાવરણ બહુંજ સરસ છે.”

આર્યાન ને ધરમાં બધા બડ્ડી કહેતા હતા. આર્યાન હજી પણ ગેમમાં મગ્ન હતો અને લેપટોપની સ્ક્રિન પરથી નજર હટાવ્યા વગર જવાબ આપે છે કે

બધા આવતા હોય તો જઇએ. મને તો કોઇ વાંધો નથી. પણ વાગ્યા છે બપોરના તો જલ્દી નક્કી કરજો

આટલું બોલી આર્યાન પાછો કાર રેસની ગેમમાં ખોવાઇ ગયો. શીખર વખતે સામેના રૂમમાં એના પલંગ પર લેપટોપ સામે હેડફોન ભરાઈને બેઠો હતો. અને કોઇ શંકા વગર કહી શકાય કે યુટ્યુબમાં વિડિયો જોતો હશે. શિખરને ધરમાં બધાયુટ્યુબ મેનતરીકે જાણતા હતા. દિવસના ૨૪ કલાકમાં તમને જ્યારે પણ લેપટોપ સામે જોવા મળે તો યુટ્યુબમાં ખોવાયેલો જોવા મળશે. જયેશનો પલંગ શીખરના પલંગની બાજુમાં હતો. જયેશ એના રૂમમાં પ્રવેશતા પલંગ પર બેસતાબેસતા પૂછ્યું

ચલને શેખુ કંઇક પ્રોગ્રામ બનાવીએ, ક્યાંક જઇએ, બડ્ડી પણ તૈયાર છે.”

શીખર યુટ્યૂબના અનેરા વાતાવરણમાંથી બહાર નીકળતા કહે છે

ચાલોચાલો જઇએને . આમ પણ આજે યુટ્યૂબ પર વિડિયો જોઇજોઇને થાક્યો છું. લાગે છે કે મગજને થૉડી શાંતી આપવી પડશે.”

શીખર આકાશનો પીતરાઇ ભાઈ હતો. આકાશ દિવસે જોબ પર હતો. આર્યાન, શીખર, આકાશ તથા તેમના મિત્રો સપન, પંકિત , તેજસ તથા મિહિર બધા વર્ષ પૂર્વે અમેરિકા ભણવા સ્ટુડન્ટ એટલે કે એફ વીઝા પર આવ્યા હતા. અને ત્યારથી સાથે રહેતા હતા. મિહિર છેલ્લા ડિસેમ્બરથી એના મામાના ધરે રહેવા જતો રહેલો. અઠવાડિયામાં એકાદ વાર ફોન પર વાત થતી બાકી છેલ્લા મહિનાથી રૂબરૂ કોઇને મળ્યો નથીઆજે ઘણા સમય પછી રવિવારે એક સાથે આર્યાન, પંકિત, તેજસ, સપન, શિખર અને જયેશ ધરે હતા. પંકિત પણ જયેશ અને શિખર સાથે એમના રૂમમાં રહેતો હતો. પંકિત સવારનો જ્યારથી જયેશ ઘરેથી ગયો તો આવ્યો ત્યાં સુધી લેપટોપમાં કંઇક મથતો હતો. આજકાલ ભાઇ કેનેડા તથા ઔસ્ટ્રેલીયા ના પી.આર. અને ઇન્ટરનેટ બીઝ્નેસ ઉપર સંશોધન કરી રહ્યા હતા. હમણા એનું માસ્ટર્સ પત્યું હતું અને તેણે એચ વિઝા માટે અરજી કરી હતી. ધરમાં તે એક વ્યક્તિ એવી હતી કે બહુજ વ્યસ્ત દેખાય. અને મગજથી બિઝ્નેસમાંઇડવાળો હતો. શિખર પલંગમાંથી ઊતરતાઊતરતા પંકિતને હલાવીને પુછે છે

બધા ક્યાંક જવાનું વિચારે છે, તારી શું ઇચ્છા છે?”

થોડીવારતો પંકિતનું કંઇજ ધ્યાન નહોતું કારણકે એના મગજમાં હજી પણ ઔસ્ટ્રેલીયા ના પી.આર. ના નિયમો ચાલતા હતા. એટલે થોડીવાર રહીને પાછું એણે શિખરને પૂછ્યું

શેખુ શું કહેતો હતો?”

શીખર બાથરૂમમાં દાઢી કરવાની તૈયારી કરતાકરતા બોલ્યો

ક્યાંય બહાર જવું છે? જયેશ અને બડ્ડીની બહુજ ઇચ્છા છે અને મારી પણ“.

એટલી વારમાં સપન એના રૂમમાંથી બહાર આવે છે અને પૂછે છે

ચલોને યાર ક્યાંક બહાર જઇએ, ઘરમાં તો બહુજ કંટાળો આવે છે“.

શીખર ગાલ પરશેવજેલલગાવતા કહે છે કે

બાબા ક્યારના અમે એજ તો વિચારો કરીએ છીએ કે ક્યાંક જઇએ. બોલ ક્યાં જઇશું?”

સપન ને ધરમાં બધા બાબા ના નામે બોલાવતા. બાબા ધરનું એક અલગ વ્યક્તિત્વ હતુ. દેખાવે ભૂરો અને સ્વભાવે કડક. એની જીદંગી એના નીયમો પર ચાલે. અંગ્રેજીમાં કહીયે તોનો ફ્લેક્સીબીલીટી એટ ઓલ“. એને એના નિયમ વિરુધ્ધ થાય ગમતું નહીં પણ બધાની જોડે રહેવાનું એટલે એના નીયમો બીજા દ્વારા ડગલે ને પગલે તૂટતા. ખાસ કરીને પંકિતને બાબાને ગુસ્સે કરવાનું બહુંજ ગમતું. પંકિત અને સપન છેલ્લા વર્ષથી જોડે છે. ભારતમાં બેચલર્સ અને હવે અહી માસ્ટર્સ જોડે. પણ બંન્નેમાં જમીનઆસમાનનૉ ફરક હતો. સપન રસોડા બાજું ચાલતા ચાલતા શિખરને પ્રત્યુત્તર આપ્યો

ક્યાંક શાંત જગ્યાએ જઇએ

સાંભળતા આર્યાન રૂમમાંથી તરત બોલી ઊઠ્યો

ચાલો ન્યૂપોર્ટ જઇએ અથવા હોબોકેન

ન્યૂપોર્ટ આર્યાનની મનપસંદ જગ્યા હતી. ત્યાંથી હડ્સન નદીના પેલે પાર ન્યૂયોર્ક શહેરના હ્રદય સમાન મેનહટ્નનો વિસ્તાર દેખાતો હતો. ત્યાં કોઇજ વાહનોના અવાજ નહીં. ખાલી હડ્સન નદીના પાણીના અવાજમાં બતકના ટોળાના અવાજ ભેગા થઇને એક અલગ સંગીત ઉભું કરતું હતું. ન્યૂપોર્ટની નીરવ શાંતીમાં સંગીતના લય અને તાલ માણવાની મજાજ કઇંક અલગ આવતી હતીઆર્યાન અને આકાશ વર્ષથી જોડે છે. આર્યાન ફાર્મસીનો વિધ્યાર્થી હોવા છતાં એની રૂચીઓ અલગ હતી. એણે અમેરિકા આવીને પોતાની વેબસાઇટ તૈયાર કરી હતી. જેના પર તે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખતો હતો. તે ઊપરાંત તે પોતે ભારતમાં નાટકોમાં અભિનય અને દિગદર્શન પણ કરી ચૂક્યો હતો. છેલ્લા એક વર્ષથી તેને ગુજરાતી ભાષામાં કવિતાઓ,શાયરીઓ અને વાર્તા લખવાનો શોખ જાગ્યો હતો. તે એક નોવેલ પણ લખી રહ્યો હતો. પણ બધાથી ઊલટું સ્વભાવે થોડોક આળસું હતોઆર્યાનનો જવાબ સાંભળી ને પંકિતે તરત કહ્યું

ન્યૂપોર્ટ અને હોબોકેન તો દર વખતે જઇએ છીએ, આજે કોઇક બીજી જગ્યાએ જઇએ તો! પ્રગ્નેશભાઈ કહેતા હતા કે બેયૉન હડ્સન નદીના કિનારે જવા જેવું છે જે બહુંજ સરસ અને રમણિય છે. ચાલો ત્યાં જઇએ

આર્યાન ચાલતોચાલતો રસોડા તરફ જાય છે. સપન બધા માટે ચ્હા અને જયેશ બધા માટે બટાટા પૌંઆ બનાવહો હતો. આર્યાન કાચના પ્યાલામાં દૂધ કાઢતા કહે છે

ભાઇઓ પંકિત કહે છે કે બેયોન માં હડ્સનના નદી કિનારે જવાની મજા આવે એમ છે એવું પ્રગ્નેશભાઇ એને કહેતા હતા.”

સપન ધીમા તાપે ચ્હાને મૂકીને ગુગલમાં શોધવા માંડે છે સરનામું અને જવાનો રસ્તો. થોડીજ વારમાં જયેશને કહે છે લખ સરનામું

૧૬મી સ્ટ્રીટ પર એવન્યુ ના અંતે છે. અને આપણે ૪૪૦ પર આગળ જઇને ૨૨મી એક્ઝીટ લેવાની છે.”

આર્યાન દૂધમાં બોર્નવીટા નાખીને હલાવીને સપનને પૂછે છે

તેજસ શું કહે છે? આવાનો છે કે નહીં

સપન ચ્હા ઊકાળતા જવાબ આપે છે કે

મે વાર પૂછ્યું પણ ભાઇને ઊંધવું છે. હવે તું પ્રયત્ન કરી જો.”

આર્યાનના નિયમમાં લગભગ પૂછવાનું આવતું નથી એટલે એની આદત મુજબ સપનના રૂમમાં ગયો જ્યાં તેજસ આકાશના પલંગ પર સૂતો હતોઆર્યાન જઇને તેજસનું ઓઢવાનું ખેંચીને કહે છે

ચલ તેજસ ઊભો થા. તૈયાર થઇને બહાર જવાનું છે.”

તેજસ આળસ મરોડતા બગાસુ ખાતાખાતા પૂછે છે

ક્યાં જવાનું છે? બહુજ સરસ ઉંધ આવે છે બડ્ડી.”

આર્યાન રૂમમાંથી બહાર નીકળતા જવાબ આપે છે

તેજસ, ગમે ત્યાં જવાનું હોય પણ તારે તૈયાર થવાનું છે એનાથી મતલબ રાખને

અને આટલું બોલતાબોલતા એના રૂમમાં આવીને પાછો લેપટોપ પર ગેમ રમવા બેસી ગયોથોડીજ વારમાં પટેલ આવે છે રૂમમાં અને આર્યાન ને કહે છે

ચલ બડ્ડી નાસ્તો કરવા.”

આર્યાન ઉભો થઇને શિખર અને પંકિતને બોલાવા એમના રૂમમાં જાય છે પણ ત્યાં પંકિત હોતો નથી અને શિખર મોઢૂં રૂમાલથી સાફ કરતો હોય છે. આર્યાન તરત પૂછે છે

પંકિત ક્યાં ગયો?”

શીખર રૂમાલ સૂકવતા જવાબ આપે છે

આર્યાન તને ખબર તો છે એની આદત છે કે નાસ્તા અને જમવાના સમયે નાહવા જવાનું, તો ભાઇ બીજા બાથરૂમમાં નાહવા ગયા છે

ધરમાં આર્યાન અને શિખરને બહું બનતું હતું. આર્યાન અને શિખર બંન્ને ગુજરાતી સાહિત્યના પ્રેમી હતા. આર્યાનને લખવાનો શોખ તો શિખરને વાંચવાનો શોખ હતો.ઘણીવાર રાત્રે તો શિખર અને આર્યાન ધરે ફ્લેવર વાળો હુક્કો બનાવતા અને આગળના મોટા રૂમમાં અંધારૂં કરી જગજીત સિંહ અને મનહર ઉધાસની ગઝલો સાંભળતા. હુક્કામાં ખાલી સાદી ફ્લેવર હોવાથી એની મજા બધા માણવા આવતા પણ શિખર અને આર્યાનનો છેક સુધી સાથ ખાલી સપન આપતો. બાકી બધા કલાકમાં સૂવા જતા રહેતા જ્યારે સપન,શિખર અને આર્યાન કલાક શાંતીથી રાત્રે ગઝલો સાંભળતા અને જીદંગીની ચિંતાઓ અને વ્યથાઓને હુક્કાના ધૂમાડામાં ઊડાતા જોતા.

શિખર અને આર્યાન રસોડામાં જાય છે. ત્યાં સપન અને જયેશ જોડે બટાટા પૌંઆ અને ચ્હા લઇને બેઠા હતાખાસા સમયે રવિવારે આમ જોડે બધા નાસ્તો કરવા બેઠા હતાછેલ્લા વર્ષમાં સાતેય જણાએ ખુશી અને મસ્તીથી દિવસો જોડે કાઢ્યા હતારાત્રે વાગ્યા સુધી સાદો ફ્લેવર વાળો હુક્કો પીવો, પત્તા રમવા, ક્યારેક તો રાત્રે વાગ્યે ચ્હા બનાવવી, ખુબજ મસ્તી કરવાની અને ક્યારેક તો કોઇકના જન્મદિવસે એને ઢીબી નાખવાનોવાતો કરીએ એટલી ઓછી પડે એમ હતું છતાં બધાના મનમાં ક્યાંકને ક્યાંક એવા ડરની લાગણી હતી કે હવે શું કરીશું? સમય જ્યારે આપણે એચ કરાવીને, જોબ લઇને અને ભવિષ્યમાં લગ્ન કરીને સંસાર માંડીશું ત્યારે ક્યાંથી આવશે?. પરંતુ કોઇ ક્યારેય પણ વિશે ચર્ચા કરતું નહીં કારણકે બધાને ખબર છે કે ચર્ચાના અંતનું પરીણામ દુઃખદ હશે.

બધા ચ્હાનાસ્તો કરીને તૈયાર થયા અને ઘરની બહાર નીકળ્યા. ઘરમાં ખાલી જયેશ પાસે ગાડી હતી. ભાઇએ કોઇકની પાસેથી વપરાયેલી ગાડી ૧૦૦૦ ડોલરના ભાવે લીધી હતી જેમાંથી ખાલી ૫૦૦ ડોલર આપ્યા હતા અને બાકીના ગાડીમાં વાંધાવચકા કાઢીને કપાવી નાખ્યા હતા. ભલે ગાડીનું મોડેલ જૂનું હોય પણ એમના માટે બી.એમ.ડબલ્યુ કે મર્સીડીઝથી કાંઇ ઓછી નહોતીઆજ ગાડીમાં કેટલીય સફરો ગીત ગાતાગાતા, રમતા અને મસ્તી કરતા પૂરી કરી હતીબધા શાંતીથી ગાડીમાં દિવસે ગોઠવાય છે. શાંતીથી એટલે કે જણાની જગ્યામાં દિવસે જણાએ સમાવાનું હતું. એકબીજાના અડધાના પગ પર અને અડધા સીટ પર જેમતેમ બેસીને આગળપાછળ થઇને પણ જણા બેઠા. પહેલા એવું થયું કે જયેશે જ્યારે ગાડી વાળીને રોડ પર લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમારી ગાડી પાછળ વાળાની ગાડીની વચ્ચે રસ્તો આખો બંધ કરીને ઊભી રહી ગઇ. પાછળ વાળા ને આના કારણે ખુબ ગુસ્સો આવ્યો અને જોરજોરથી હોર્ન મારવા માંડેલો. પરંતુ જણા તો યુવાનીના જોશમાં પૂરેપૂરા રંગાયેલા હતા તો ગાડીવાળાની અવગણના કરીને જયેશે ગાડીને રમરમાટ દોડાવી મૂકી અને પછી ક્યાંય સુધી ગાડીવાળાને આગળ આવવા દીધૉ.

રસ્તો શોધતાશોધતા ૩૦મીનીટના બદલે કલાકે તો દિવસે બેયોન નદીના કીનારે અમે પહોંચ્યાદૂરથીજ બહુજ મોટું પાર્કીંગ પછી મોટું ગાર્ડન અને એમાં લીલુંછમ્મ ઘાંસબાજુમાં ટેનીસકોર્ટ અને સમાંતરે લાંબુ વિશાળ મેદાન જેમાં ટીમો ફૂટબોલ રમી રહી હતી. આર્યાને જ્યારે પ્રથમ વાર નજારો જોયો તો ખુબજ ખુશ થઈ ગયો.  નદીનો શાંત પણ સમુદ્રના મોજા જેવો પ્રવાહસામેજ જર્સીસીટી પોર્ટ અને દૂરદૂર સુધી ખાલી પાણી પાણી. પૂર્વેથી વાતો ધીમોધીમો પવન તથા સાંજના ૩૦નો સમયે સૂરજ વાદળા અને આકાશની ક્ષિતિજો સાથે સંતાકૂકડી રમતો હતો. ઘરે પાછા જતા પક્ષીઓના કલરવ અને તદ્દન નીરવ શાંતિ. બધા આજ રમણીય સુંદરતા અને શાંતીના નીરવ સંગીતને માણતા હતા. ત્યાં આર્યાન બોલ્યો

આવતા વર્ષે આપણે ક્યાં હોઇશું શું ખબર? ફરી ક્યારે આવી સુંદર જગ્યાએ જોડે આવી શકીશું કે નહીં? બધું યાદ આવશે, નહીં?”

શીખર પૂર્વેથી આવતા પવનો તરફથી જોઇને કહે છે

બડ્ડી, આપણી જીદંગી હડ્સનના પાણી જેવી છે. એનું કામ વહેવાનું છે. એની ઇચ્છા હોય તો પણ અટકી શકે નહીં

સપન હડ્સનના નીરને જોતાજોતા કહે છે

અને પાણીનેય ક્યાં ખબર હોય છે કે ફરી પાછા આજ કિનારે એને આવવા મળશે કે નહીં છતાં દરેક પળને કેટલી મસ્તીથી ઊછળીઊછળીને કિનારાને અથડાવાના બહાને ગળે મળીને માણે છે

જયેશ આછા ગુલાબી આકાશની ક્ષિતિજો પાછળ આથમતા સૂરજને જોઇને કહે છે

વિશ્વાસ રાખો કે આપણી જીદંગી સૂર્ય જેવી હોય. કે રોજ એના નિર્ધારીત સમયે આવાનું, હડ્સનના નીર જોડે આખો દિવસ વાતો કરવાની અને સાંજ પડે એટલે નભની ક્ષિતિજોમાં સંતાકૂકડી રમતારમતા એના આછા ગુલાબી ચિત્રો છોડી જવાના.”

આર્યાન શૂન્યમનસ્ક થઇને બધાને જોઇ રહ્યો હતો અને જયેશના વાક્ય પછી બધાના મૂડ થોડૉ હળવો કરવા માટે કહે છે

મળીશું ભાઈ આપણે બધાં મળીશું અને પણ અહીં . પણ ફરક એટલો હશે કે આપણે એકની જગ્યાએ કારમાં આવીશું અને ૬ની જગ્યાએ ૧૨ થઇ ગયા હોઈશું અને એકબીજાને કાકાકાકા કહેવા વાળા આપણી આગળપાછળ કેટલાય દોડતા હશે.”

સાંભળીને બધા ખડખડાટ હસવા માંડ્યા અને હસવાના પડધા હડ્સનના કિનારે ક્યાંક ખોવાઇ ગયા.

જે હસવાના પડઘા આજે આર્યાનને આટલા વર્ષોથી એજ હડ્સન નદીનો કિનારો યાદ અપાવે છે. આર્યાન અચાનક હસવા માંડે છે ત્યાં પાછળથી એક નાનો ટેણીયો આવીને આર્યાનને પપ્પા કહીને વળગી પડે છેત્યારે આર્યાનને ધ્યાન આવે છે કે આજે તો સાવ એકલો છે જણામાંથી. આજે તો એની પત્ની અને દિકરા અનાયાસ સાથે બેયોનની હડ્સનના કિનારે આવ્યો છે. અનાયાસને પોતાના ખોળામાં લે છે અને આથમતા સૂરજને બતાવે છે. એની પત્ની એની બાજુમાં આવીને આર્યાનનો હાથ એના હાથમાં લે છે અને બંન્ને અનાયાસને લઈને સૂર્યાસ્તના આકાશ પરના ગુલાબી પડછાયા સામે જોઇને બેસી રહે છે. પરંતુ આર્યાનના આંખો સામે આકાશ પર ભૂતકાળના ચિત્રો જીવંત દેખાતા હોય છે અને કાનમાં આજે પણ જણાના હાસ્યના પડઘા એટલા સ્પષ્ટ સંભળાય છે.

જીદંગીનો સમય છે એક પાણીના વહેણ જેવો,

ઝરમર કરતો આવ્યો હતો અને ખળખળ કરતો વહી જશે.

આવ્યો હતો ક્યારેક આજ હડ્સનના કિનારે હસતોહસતો,

શું ખબર કે સમય યાદો બનીને રડતારડતા મૂકી જશે.

કહ્યું હતું કે મળીશું એક રોજ ફરી આજ નદીના નીરે,

વાગોળતા હસતી યાદો આજે શું ખબર આંખોને આમ વહેતી કરી જશે.

ગાળીશું પાછો એક દિવસ એવો ફરી ખુશૉઓથી,

અલવિદા કહેતાકહેતા ફરી મળીશુંની ઝંખના હડ્સનના આજ કિનારે વહેતી જશે.”

એપ્રિલ 15, 2009 Posted by | વાર્તા | 12 ટિપ્પણીઓ

“આ માણસ” – અનાયાસ ઝિંઝુવાડીયા

life

.

જીદંગીના પથ પર હતાશાઓ અને નિરાશાઓથી થાકી ગયો છે આ માણસ,

જીદંગીતો ખુદ પણ એક દિવસ મૃત્યુથી થાકે છે, તો તું કેમ હિંમતથી હારે છે માણસ?

પ્રેમની લાગણીઓમાં ભિંજાવા માવઠા માટે ખુબજ તરસે છે આ માણસ,

પ્રેમ તો ખુદ જ એક દિવસ ખોવાઇ જાય છે આ જીદંગીની આંટી-ઘૂંટીઓમાં, તો તું ક્યાં ખોવાઇ ગયો છે માણસ?

પ્રશ્નોના જવાબ શોધવા આમ-તેમ ખુબજ મથતો હોય છે આ માણસ,

જવાબો તો ખુદ જ આજે પ્રશ્નો બની જાય છે, તો તું કયો જવાબ શોધે છે માણસ?

તારું અને મારૂં કરવામાં પોતાનું અસ્તિત્વ ભૂલાવી ગયો છે આ માણસ,

અસ્તિત્વતો ખુદ જ એક દિવસ પડછાયામાં ખોવાઈ જાય છે, તો તું શેની પાછળ આટલો ભાગે છે માણસ?

અસ્તિત્વના સંધર્ષમાં જીદંગીની મહત્તા ભૂલાવી ગયો છે આ માણસ,

જીદંગીતો ખુદ ને પણ એક મોકો આપે છે ક્યારેક, તો તું સંધર્ષથી દૂર કેમ ભાગે છે માણસ?

સુઃખ અને દુઃખની ગણતરીઓ રોજ રોજ કરે છે આ માણસ,

ગણતરીઓ તો ખુદ પણ ખોટમાં જ જાય છે અંતે, તો તું પરીણામની આટલી ચિંતા કેમ કરે છે માણસ?

એપ્રિલ 11, 2009 Posted by | કાવ્ય | 3 ટિપ્પણીઓ

वजूद – ANAYAS

अपना घर जलाके रोशन करते है चिराग वोह दूसरो के घर के,

जो रोशन-ए च्रिराग से ज्यादा अन्धेरे का वजूद पहचानते है.

और वैसे भी, रोशनी को भी चाहिये होती है  अंधेरे की जरूरत अपनी जद्द – ओ – जेहत को छुपाने के लिये,

हमतो वैसे भी आपकी नजरमें इन्सान हुआ करते है.

માર્ચ 30, 2009 Posted by | શેર-શાયરી | 1 ટીકા

“ક્યારેક ક્યારેક” – અનાયાસ ઝિંઝુવાડીયા

જીદંગીમાં દિલની દરેક વાત કહેવા માટે હંમેશા હોઠોની જરૂર નથી હોતી,

ક્યારેક ક્યારેક તારી આંખો પણ કામ બહુ સારી રીતે કરી જાય છે.

કારણકે હંમેશા દિલના ઘાવો ભરવા માટે મલમની જરૂર નથી હોતી,

ક્યારેક ક્યારેક તારી હોઠો પરની હંસી પણ કામ બહુ સારી રીતે કરી જાય છે.

છંતાયે જીદંગીમાં ઘાવ આપવાનો ઠેકો ખાલી કંઇ દુઃખો નથી લિધો હોતો,

ક્યારેક ક્યારેક સુઃખો પણ હસતા હસતા કામ બહુ સારી રીતે કરી જાય છે.

માર્ચ 16, 2009 Posted by | શેર-શાયરી | 2 ટિપ્પણીઓ

મન મારૂં કહે ક્યારેક………..અનાયાસ ઝિંઝુવાડીયા

મન મારૂં કહે ક્યારેક, કે સુંદર શીતળ પ્રભાતમાં પંખીઓની કલરવ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે મેઘના આછા પડછાયે સુંદર ભીની માટીની સોડમ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે વન-વગડેને આંબાવાડીયે કોયલની મધુર ગુંજન બનું.

મન મારૂં કહે ક્યારેક, કે ગામના પાદરે વહેતી નદીના પાણીનું મંદ-મંદ સંગીત બનું.

મન મારૂં કહે ક્યારેક, કે તારા સુંદર કાળા કેશના પડછાયે સપનાઓની ક્ષીતીજ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે થાઉં પાછો નાનો અને પાટી-પેને એકડો બનું.

મન મારૂં કહે ક્યારેક, કે રંગાઉ યુવાનીના રંગમાં પાછો અને મદ-મસ્ત મોજીલો બનું.

મન મારૂં કહે ક્યારેક, કે શાંત-શીતળ રાત્રીએ ચંદ્રની ચાંદની બનું.

મન મારૂં કહે ક્યારેક, કે ગરમ-ભીની સવારમાં સૂર્ય કિરણની ઊષ્મા બનું.

મન મારૂં કહે ક્યારેક, કે રમણીય સાત્વીક નભમાં સાંજની લાલીમાં બનું.

મન મારૂં કહે ક્યારેક, કે બીજું કંઇ બનું કે ના બનું પણ પહેલા સાચા અર્થમાં એક માનવી તો જરૂર બનું.


જાન્યુઆરી 26, 2009 Posted by | કાવ્ય | 2 ટિપ્પણીઓ