” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

નેહલને (જીવનસાથીને) જન્મદિવસની શુભકામનાઓ

નેહલ !!! શું કહું કે હું તારા માટે શું વિચારું છું ? શ્વાસને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે . એની અનુભૂતિ જ એની સાર્થકતા વ્યક્ત કરી શકે છે . તમે મારી જીંદગી ની સાર્થકતાની અનુભૂતિ છો. પ્રેમની વ્યાખ્યા મારી જીંદગીમાં  બદલવા વાળી લાગણી તમે છો.  જીંદગીમાં સંતોષની લાગણી લાવવા વાળા તમે છો. આજે તમને એતો વ્યક્ત ની કરી શકું કે હું તમને કેટલો પ્રેમ કરું છું કારણ કે લાગણીઓ વ્યક્ત કરવા શબ્દો ની આંટીઘૂંટી ઓછી પડે છે છતાં તમે મારી જીંદગીમાં શું મહત્વ ધરાવો છે એ વ્યક્ત કરવા શબ્દોની મર્યાદા ઓળંગવાનો પ્રયત્ન કરું છું.પ્રેમ એ શબ્દની અનુભૂતિ અને વ્યાખ્યા અલગ હતી મારી જીંદગીમાં પણ જ્યારથી તમે જીવનસાથી બનીને આવ્યા ત્યારથી ઝીંદગીનાં રંગોની ભાષા બદલાઈ ગઈ છે.

તમારું વ્યક્તિત્વ ખુબજ લાગણીશીલ છે જે મારા જીવનસાથીના સ્વપ્નચીત્રોમાં મેં યુવાનીનાં શરૂઆતના વર્ષોમાં જોયેલા . આજે એ દિવસો યાદ કરતા એવું લાગે છે કે ભગવાન જરૂર ઉપરથી બધું જોતો હશે કે મને તમે જીવનસાથી રૂપે મળ્યા . દરેકની જીંદગીમાં જેવી યુવાની આવે એટલે પોતાના જીવનસાથી માટેની કલ્પનાઓ સ્વપ્નોના રૂપે ખીલવા માંડે છે જે મેં પણ જોયેલી . પરંતુ ક્યારેય એવું નોતું વિચાર્યું  કે એ સપના એટલી હદે પણ સાચા થતા હશે કે જીંદગીમાં એક એવો સમય પણ આવશે કે જ્યારે સપનું હકીકતમાં બદલાશે અને સામે ચાલી ને કહેશે કે હું આવી ગયું કાયમી તમારી જીંદગીમાં . આજ અનુભવ જયારે તમે મારી જીંદગીમાં કંકુ પગલા કર્યાં ત્યારે મને થયેલો.જીવનસાથીની આમતો વ્યખ્યા રચાવી અઘરી છે એટલે એટલું કહી શકુકે જીવનસાથી જમરા જેવો મળે તોજ જીવન જીવવાની અને એની દરેક ખુશીઓ માણવાની મઝા આવે .રહી વાત તમારા સ્વભાવની કે જેના વિષે તમે મને હમેશા પુછાતા હોવ છો તો આજે એનો જવાબ આપું કે તમે જેવા છો એવાજ મેં પસંદ કર્યાં છે . દરેક વ્યક્તિ માં સારા અને નરસા ગુણો હોય જ છે કારણ કે એને જ તો માણસ કહેવાય. તમે જો મને મારા સારા અને નરસા દરેક ગુણો સાથે અપનાવી શકો છો તો તમને મારા જવાબમાં એટલુજ કહીશ કે સારા છો તો પણ મારા છો અને નરસા છો તો પણ મારા જ છો. મત ભેદ  અને મન ભેદ  વચ્ચે  જેટલો તફાવત છે એટલોજ તફાવત પતિ-પત્ની હોવામાં  અને જીવનસાથી હોવામાં માં છે . તમે મારા જીવનસાથી છો અને અપને પતિ-પત્ની પછી હોઈશું કારણકે આપણા વચ્ચે મત ભેદ હોઈ સકે પણ ક્યારેય મન ભેદ તો નથી. એક વાત ખાસ કહી દઉં કે તમે પ્રેમ જતાવો છો વધારે અને કરો છો એના કરતાય વધારે પણ હું પ્રેમ કરું તો છું અગણિત પણ જતાવાની મારી રીત અલગ છે.

”  તમારી આંખોમાં ડુબ્યો ને તમારી લાગણીઓએ  તરાવ્યો,

ખબર નોહતી મને કે પ્રેમમાં  કિનારે જ બેઠેલો માણસ પણ ક્યારેક તરતા શીખી જાય છે .

..

ક્યારેક તારા શ્વાસોમાં જુલ્યો ને શમણાની   પાંખોએ ઉડ્યો ,

ખબર નોહતી મને કે પ્રેમમાં વાવાઝોડાને દુરથી જ નિહાળતો માણસ પણ ક્યારેક તોફાનોની લહેરોમાં ઉડતા શીખી જાય છે.

..

ન સમજ્યો ક્યારેય પ્રેમને કે  અક્કલના ઓટલે ચડ્યો એટલો ,

ખબર નોહતી મને કે સમજણનાં ઓટલે બેઠેલો માણસ પણ અનુભૂતિનાં દરિયામાં ડૂબતી વેળા  લાગણીના હલેસા મારી  પ્રેમ શીખી જાય છે.”

..

પ્રેમની સમજણ આખી જીંદગી ન પડે કેમ કે પ્રેમ સમજણનો વિષય જ નથી એતો લાગણીઓ થકી અનુભૂતિના દરિયામાં ડૂબતા ડૂબતા તરતા શીખવાનો પ્રવાસ છે .

જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ અને તમે સદાય હસતા રહેશો અને પ્રભુ તમારી દરેક મનોકામનાઓ આ વર્ષમાં પૂરી કરે.

જુલાઇ 19, 2010 Posted by | અવર્ગીકૃત | 6 ટિપ્પણીઓ