” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“વળાંક “

**

જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું, જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,

કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ આજે અહીંયા કદાચ હું પણ નથી.

બસ ખાલી અસ્તિત્વ છે તો એ સુંદર યાદોનું ,

જ્યાં ક્યારેક જીંદગી પણ ખડખડાટ હસતી હતી, જ્યાં તારા માસુમ ગુલાબી સ્મિતને જોવા ચારેય દિશાઓમાં સૂર્ય પણ થંભી જતો હતો,

જ્યાં તારા હોઠોના સળવળાટે ફૂલો પણ ખીલી ઉઠતા હતા, જ્યાં તારી આંખોના પલકારે પવનની દિશાઓ પણ બદલાતી હતી,

આજે પણ આ કુદરત તારી એ આંખોની માસુમીયત અને સુંદર સ્મિતને ઝંખે છે,

એટલે જ મન મારું આજે કહે છે કે ,

“જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું ,જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,

કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ અહીંયા આજે કદાચ હું પણ નથી. ”

**

જુલાઇ 17, 2010 Posted by | 1 | 7 ટિપ્પણીઓ