” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“કાલે” – અનાયાસ ઝિંઝુવાડીયા

future thinking

 

 

આજે દુઃખોનો સાથી બન્યો છે તો કાલે સુઃખોનો સાથી પણ બનીશ તું,

જીવનના ખાલી પ્યાલાને, ભરજે ખુશીઓના મધુરસથી તું.

..

આજે અહીંયા આવવા નીકળ્યો છે તો કાલે ત્યાં જરૂર પહોંચી જઈશ તું,

મૃત્યુ નિશ્ચીત મુસાફરીને, હસતા હસતા જીવી લેજે તું.

..

આજે આંસુ આવ્યા આંખે છે તો કાલે હોઠો પર સ્મીત પામીશ તું,

દોડા-દોડ કરી થાકે ત્યારે, થોભજે એકાદ વિસામે શાંતીથી તું.

..

આજે રૂપીયો મેળવવા ઘવાયો છે તો કાલે મરહમ કોઈકનો મેળવીશ તું,

રૂપીયો અઢળક મેળવે જ્યારે, જોજે જીદંગીના ભુલાવે તું.

..

આજે દુઃખોએ હાર્યો છે તો કાલે ખુશીઓ કોઇકની જીતીશ તું,

પ્રેમના એક મૃગજળને પામવાને, સાચા પ્રેમને ના ભુલાવીશ તું.

..

આજે એક મુકામે રડ્યો છે તો કાલે બીજા વીસામે હસીસ જરૂર તું,

સમય-સમય ના ખેલમાં, એકેય પળોના ગુમાવીશ તું.

..

આજે ઝંખે છે જે  આંખોએ તો કાલે મનડાએ પણ ઝંખીશ તું,

સાચા પ્રેમની ભુખમાં, હદયની ખોટી બાજી ન રમતો તું.

..

આજે  આખરે કંઇક પામ્યો છે તો કાલે જરૂર કંઇક ગુમાવીશ તું,

ઇચ્છા-સંતોષની રમતોમાં સંજોગોના નામ થકી, આપણાના જ  મનડા ન દુભાવતો તું.

..

આજે આ માટીમાં રચાયો છે તો કાલે આ માટીમાં જ સમાઇશ તું,

ચુકવવા માટીના આ ઋણને, રાખ બની સોડમ ભરજે તું.

..

આજે પાપો બેફામ કરે છે તો કાલે પૂણ્યોના હિસાબ શું કરીશ તું,

સરવાળા બાદબાકીના સરવૈયા ભરી એક જ આ જીદંગીને, જોજે અંતે ખોટમાં ન લઇ જાય તું.

Advertisements

જૂન 24, 2009 - Posted by | કાવ્ય | , , , , , , , , , , , , ,

2 ટિપ્પણીઓ »

  1. આજે અહીંયા આવવા નીકળ્યો છે તો કાલે ત્યાં જરૂર પહોંચી જઈશ તું,
    મૃત્યુ નિશ્ચીત મુસાફરીને, હસતા હસતા જીવી લેજે તું. ”

    wow! it’s beautiful creation!

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | જૂન 24, 2009

  2. આજે પાપો બેફામ કરે છે તો કાલે પૂણ્યોના હિસાબ શું કરીશ તું,

    સરવાળા બાદબાકીના સરવૈયા ભરી એક જ આ જીદંગીને, જોજે અંતે ખોટમાં ન લઇ જાય તું.

    Manigya Herbu ….wah……

    ટિપ્પણી by Ankit | ઓક્ટોબર 1, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: