” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“એકલો” – અનાયાસ ઝિંઝુવાડીયા

walking_alone

પૂછ્યા વગર આવ્યો છે તો કિધા વગર જતો પણ રહિશ,

સપનાઓનું જીવન એવુ આ છે,

અંતે તો બધું અહીં મૂકીને જતો રહિશ.

..

આંખોએ જેની ડૂબ્યો છે તો યાદોએ એની રહી પણ જઇશ,

સંજોગોની રમત આતો એવી છે,

છેલ્લે તો કોઇકના આંસુ બની વહી જઈશ.

..

લાગણીઓએ જેની બંધાયો છે તો છેલ્લે તસવીર બની રહી પણ જઇશ,

ભટકાય મૃત્યુ એવા પાણીમાં છે,

તરતા તરતા કીનારે જ ક્યાંક ડૂબી જઇશ.

..

ભેગુ કરવા મથ્યો છે તો દોડા-દોડ કરી થાકી પણ જઇશ,

અંતે તો એકલોજ રહેવાનો એ મંઝીલે છે,

ઉપર કોના માટે ભેગું કરી તું લઈ જઈશ.

જૂન 22, 2009 Posted by | કાવ્ય | , , , , , , , , , , , | 4 ટિપ્પણીઓ