” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“ભૂલી જાય છે એ કે… ” – અનાયાસ ઝિંઝુવાડીયા ( આંશિક )

sunrise

..

સમય સમયની આ વાત છે,

પ્રેમને સમજવાની આ રાત છે,

નીકળ્યો છે મનડાને પ્રીતે જોડવા તારી,

ભૂલી જાય છે એ કે આતો ખાલી સપનાઓની રાત છે.

 –

સમય સમયની આ વાત છે,

સત્યો સમજવાની આ રાત છે,

ખુંદવા નીકળ્યો છે ફક્ત જીવનમાં ખુશીઓ એકલો,

ભૂલી જાય છે એ કે આતો ખાલી અનુભવોની રાત છે.

 –

સમય સમયની આ વાત છે,

લાગણીઓ સમજવાની આ રાત છે,

ડૂબી ગયો છે ખાલી એક જ બિંદુએ એવો,

ભૂલી જાય છે એ કે આની આગળ રેખાઓની રમતની તો હજુ બાકી લાંબી રાત છે.

 –

સમય સમયની આ વાત છે,

ખુદને સમજવાની આ રાત છે,

ભાગ્યો જાય છે દોડા-દોડ પરચૂરણ ભેગું કરવા પાછળ એવો,

ભૂલી જાય છે એ કે અસ્તિત્વની આ રાત પછી ઉપરની દુનિયામાં ફરી એક નવી શરૂઆત છે.

 –

સમય સમયની આ વાત છે,

મનુષ્યને સમજવાની આ રાત છે,

ભાગ્યો છે એક પળમાં આંસુઓના સમાધાન શોધવા એવો,

ભૂલી જાય છે એ કે દુઃખોની આ રાત પછી સુઃખની એક આનંદમય સવાર છે.

.

મે 17, 2009 Posted by | કાવ્ય | , , , , , , , , , , , | 1 ટીકા