” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” પ્રેમના સ્પંદન ” – અનાયાસ ઝિંઝુવાડીયા

loveપ્રેમની પરિભાષાને વર્ણવે એવા  શબ્દો હોતા હશે કંઈ એમ, 

કે  જોવે તારી આંખો અને ધબકે આ મનડું મારું ,

એને વર્ણવા શબ્દોને કંઈ આકાર અપાયા નથી હોતા.  

..

હૃદયની ઉર્મીઓ તારા હૃદયના દ્વારે દસ્તક દે એના કોઇ અગોતરા સમાચાર હોતા હશે કંઈ એમ, 

કે આતો  તને રસ્તે થી જોઉ ઉભેલી ઝરૂખે ને તારા સ્મીતના સ્પંદને થાઉ ઘાયલ હું ,

કંઈ એવા નસીબ મારા દરેક વાર નથી હોતા. 

..

વસંતની રમણિય સવારમાં જોવા નીકળું તારૂં મુખલડું કંઈ એમ,

 ને થાય મારા મનની તારા મનડા જોડે વાતો,

તો એમા દોષ કંઈ કલરવ કરતા પંખીડાઓના નથી હોતા.

..

ઉઘડે છે નવી સવાર તારી યાદોના આગોશમાં કંઇ એમ, 

પણ રાતેય ચંદ્રમાંની ચાંદનીએ તારી પ્રિતના સ્વપ્નો,

આ આંખોએ કંઈ ઓછા નથી  જોયા હોતા.

..

વરસે છે આ મેઘ આજે તારા આગમનના એંધાણે કંઈ એમ,

 તારા આગમનની ખુશીના ઉત્સવે વસંતે પણ,

પ્રેમના ફૂલો  કંઈ ઓછા નથી ખીલાવ્યા હોતા.

..

પ્રેમના અંકુર ફૂટે  છે આજે લાગણીઓના સિંચનથી કંઈ એમ,

 કારણકે પ્રેમતો બસ પ્રેમ ને સમજે છે ખાલી ,

કારણકે એને કંઈ તારા અને મારાના ભેદભાવ નથી હોતા

 

 

મે 8, 2009 Posted by | કાવ્ય | , , , , | 2 ટિપ્પણીઓ