” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“આ માણસ” – અનાયાસ ઝિંઝુવાડીયા

life

.

જીદંગીના પથ પર હતાશાઓ અને નિરાશાઓથી થાકી ગયો છે આ માણસ,

જીદંગીતો ખુદ પણ એક દિવસ મૃત્યુથી થાકે છે, તો તું કેમ હિંમતથી હારે છે માણસ?

પ્રેમની લાગણીઓમાં ભિંજાવા માવઠા માટે ખુબજ તરસે છે આ માણસ,

પ્રેમ તો ખુદ જ એક દિવસ ખોવાઇ જાય છે આ જીદંગીની આંટી-ઘૂંટીઓમાં, તો તું ક્યાં ખોવાઇ ગયો છે માણસ?

પ્રશ્નોના જવાબ શોધવા આમ-તેમ ખુબજ મથતો હોય છે આ માણસ,

જવાબો તો ખુદ જ આજે પ્રશ્નો બની જાય છે, તો તું કયો જવાબ શોધે છે માણસ?

તારું અને મારૂં કરવામાં પોતાનું અસ્તિત્વ ભૂલાવી ગયો છે આ માણસ,

અસ્તિત્વતો ખુદ જ એક દિવસ પડછાયામાં ખોવાઈ જાય છે, તો તું શેની પાછળ આટલો ભાગે છે માણસ?

અસ્તિત્વના સંધર્ષમાં જીદંગીની મહત્તા ભૂલાવી ગયો છે આ માણસ,

જીદંગીતો ખુદ ને પણ એક મોકો આપે છે ક્યારેક, તો તું સંધર્ષથી દૂર કેમ ભાગે છે માણસ?

સુઃખ અને દુઃખની ગણતરીઓ રોજ રોજ કરે છે આ માણસ,

ગણતરીઓ તો ખુદ પણ ખોટમાં જ જાય છે અંતે, તો તું પરીણામની આટલી ચિંતા કેમ કરે છે માણસ?

એપ્રિલ 11, 2009 - Posted by | કાવ્ય

3 ટિપ્પણીઓ »

 1. ખુદની મુંઝવણ, મથામણ ને મનોમંથનમાં ફસાતો માણસ,
  ખુદ સાધુ-સંતનો વેશ પહેરી, માનવ જાતને ફસાવતો માણસ.

  “માણસ” વિશે જેટલું લખવું હોય તેટલું લખી શકાય…એક નવકથા..ખરુને?
  અનાયસ..ભાવોને સુંદર રીતે વણ્યા છે..સુંદર

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | એપ્રિલ 11, 2009

 2. Nice poem.
  Pls read my blog for Manas>
  Sapana

  ટિપ્પણી by sapana | મે 6, 2009

 3. anayasbhai…excellent !! aapni badhi j krutio khubj sundar 6.

  ટિપ્પણી by vicharjagat88 | ડિસેમ્બર 3, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: