” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“આ માણસ” – અનાયાસ ઝિંઝુવાડીયા

life

.

જીદંગીના પથ પર હતાશાઓ અને નિરાશાઓથી થાકી ગયો છે આ માણસ,

જીદંગીતો ખુદ પણ એક દિવસ મૃત્યુથી થાકે છે, તો તું કેમ હિંમતથી હારે છે માણસ?

પ્રેમની લાગણીઓમાં ભિંજાવા માવઠા માટે ખુબજ તરસે છે આ માણસ,

પ્રેમ તો ખુદ જ એક દિવસ ખોવાઇ જાય છે આ જીદંગીની આંટી-ઘૂંટીઓમાં, તો તું ક્યાં ખોવાઇ ગયો છે માણસ?

પ્રશ્નોના જવાબ શોધવા આમ-તેમ ખુબજ મથતો હોય છે આ માણસ,

જવાબો તો ખુદ જ આજે પ્રશ્નો બની જાય છે, તો તું કયો જવાબ શોધે છે માણસ?

તારું અને મારૂં કરવામાં પોતાનું અસ્તિત્વ ભૂલાવી ગયો છે આ માણસ,

અસ્તિત્વતો ખુદ જ એક દિવસ પડછાયામાં ખોવાઈ જાય છે, તો તું શેની પાછળ આટલો ભાગે છે માણસ?

અસ્તિત્વના સંધર્ષમાં જીદંગીની મહત્તા ભૂલાવી ગયો છે આ માણસ,

જીદંગીતો ખુદ ને પણ એક મોકો આપે છે ક્યારેક, તો તું સંધર્ષથી દૂર કેમ ભાગે છે માણસ?

સુઃખ અને દુઃખની ગણતરીઓ રોજ રોજ કરે છે આ માણસ,

ગણતરીઓ તો ખુદ પણ ખોટમાં જ જાય છે અંતે, તો તું પરીણામની આટલી ચિંતા કેમ કરે છે માણસ?

એપ્રિલ 11, 2009 Posted by | કાવ્ય | 3 ટિપ્પણીઓ