” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

મન મારૂં કહે ક્યારેક………..અનાયાસ ઝિંઝુવાડીયા

મન મારૂં કહે ક્યારેક, કે સુંદર શીતળ પ્રભાતમાં પંખીઓની કલરવ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે મેઘના આછા પડછાયે સુંદર ભીની માટીની સોડમ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે વન-વગડેને આંબાવાડીયે કોયલની મધુર ગુંજન બનું.

મન મારૂં કહે ક્યારેક, કે ગામના પાદરે વહેતી નદીના પાણીનું મંદ-મંદ સંગીત બનું.

મન મારૂં કહે ક્યારેક, કે તારા સુંદર કાળા કેશના પડછાયે સપનાઓની ક્ષીતીજ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે થાઉં પાછો નાનો અને પાટી-પેને એકડો બનું.

મન મારૂં કહે ક્યારેક, કે રંગાઉ યુવાનીના રંગમાં પાછો અને મદ-મસ્ત મોજીલો બનું.

મન મારૂં કહે ક્યારેક, કે શાંત-શીતળ રાત્રીએ ચંદ્રની ચાંદની બનું.

મન મારૂં કહે ક્યારેક, કે ગરમ-ભીની સવારમાં સૂર્ય કિરણની ઊષ્મા બનું.

મન મારૂં કહે ક્યારેક, કે રમણીય સાત્વીક નભમાં સાંજની લાલીમાં બનું.

મન મારૂં કહે ક્યારેક, કે બીજું કંઇ બનું કે ના બનું પણ પહેલા સાચા અર્થમાં એક માનવી તો જરૂર બનું.


જાન્યુઆરી 26, 2009 - Posted by | કાવ્ય

2 ટિપ્પણીઓ »

 1. Anayaas,
  very nice message in poem…ek manvi to banu…I have said in my poem,,,ketalaaye maanvo aavi gaya..khuba thoda jindgi jivi gayaa…
  I would like to invite you to listen Mothers Day song I have try to sing..and first time posted on site…if you help me to get mp3 player no blog. please guide me.. thanks

  ટિપ્પણી by Dilip Gajjar | માર્ચ 20, 2009

 2. મન મારૂં કહે ક્યારેક, કે બીજું કંઇ બનું કે ના બનું પણ પહેલા સાચા અર્થમાં એક માનવી તો જરૂર બનું.
  very positive thinking…. keep it up..

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | માર્ચ 31, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: