” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

મન મારૂં કહે ક્યારેક………..અનાયાસ ઝિંઝુવાડીયા

મન મારૂં કહે ક્યારેક, કે સુંદર શીતળ પ્રભાતમાં પંખીઓની કલરવ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે મેઘના આછા પડછાયે સુંદર ભીની માટીની સોડમ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે વન-વગડેને આંબાવાડીયે કોયલની મધુર ગુંજન બનું.

મન મારૂં કહે ક્યારેક, કે ગામના પાદરે વહેતી નદીના પાણીનું મંદ-મંદ સંગીત બનું.

મન મારૂં કહે ક્યારેક, કે તારા સુંદર કાળા કેશના પડછાયે સપનાઓની ક્ષીતીજ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે થાઉં પાછો નાનો અને પાટી-પેને એકડો બનું.

મન મારૂં કહે ક્યારેક, કે રંગાઉ યુવાનીના રંગમાં પાછો અને મદ-મસ્ત મોજીલો બનું.

મન મારૂં કહે ક્યારેક, કે શાંત-શીતળ રાત્રીએ ચંદ્રની ચાંદની બનું.

મન મારૂં કહે ક્યારેક, કે ગરમ-ભીની સવારમાં સૂર્ય કિરણની ઊષ્મા બનું.

મન મારૂં કહે ક્યારેક, કે રમણીય સાત્વીક નભમાં સાંજની લાલીમાં બનું.

મન મારૂં કહે ક્યારેક, કે બીજું કંઇ બનું કે ના બનું પણ પહેલા સાચા અર્થમાં એક માનવી તો જરૂર બનું.


જાન્યુઆરી 26, 2009 Posted by | કાવ્ય | 2 ટિપ્પણીઓ