” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

પૂર્ણવિરામ – અનાયાસ ઝિંઝુવાડીયા

કેટલાય સમયથી એકલા એકલા આ મન મુંજાય છે, એકાંતના દરિયામાં તારી આંખોના મારગ પણ સંતાય છે.

આગમનના એંધાણ છે તારા હ્રદયના દ્વારે આજે કેટલાય વર્ષો પછી, પણ  આજે કાળજું કંપે છે ડરથી કારણકે જીદંગી હંમેશા સંજોગોની રમત રમી જાય છે.

ઇચ્છાઓના સાગરમાં યાદોનું મંથન એવું થાય છે, કે ભુલાય છે વર્તમાન અને પરિસ્થિતીઓના નામે ભુતકાળ જ જીવન બની જાય છે.

લખાય છે વિધીના વિધાન અને અંતે એ જીદંગીના મારગ બની જાય છે, પણ માત્ર પ્રેમનું જ વર્તમાન એ ભવિષ્ય અને ભુતકાળને સ્વર્ગના દ્વારો સુધી લઇ જાય છે.

એટલેજ ભવિષ્યને ભુતકાળથી દૂર રાખતું આ વર્તમાન યાદોથી  ક્યારેક બહુંજ ગભરાય છે, કારણકે જીદંગીના પથ પર વિધીના વિધાનો અચાનક મૃત્યુના પૂર્ણવિરામે આવીને ચુપચાપ અટકી જાય છે.

જાન્યુઆરી 23, 2009 Posted by | કાવ્ય | 1 ટીકા

કેમ? – અનાયાસ ઝિંઝુવાડીયા

કોણ છું હું? સુંદર ભવિષ્યની રાહે ઓટલે બેઠેલી માનો દિકરો કે પછી ઘડપણના મારગ પર આધારનો ખભો શોધતા બાપનો એ આધાર?,

કેમ હસું છું હું? મેહંદીના રંગોમાં રંગેલા બહેનના હાથો જોઇને કે પછી જીદંગીના પગથીયા પર સુકાયેલા આંસુઓની યાદ પર?,

શેનાથી દુર ભાગુ છું હું? દુનિયાની વાસ્તવિકતા ના પથની હતાશાઓ થી કે પછી પ્રગતીના પથ પર ઉઠેલા અંતરના અવાજોથી?,

કેમ ગભરાઉ છું હું? સમાજના નિયમોની માયાજાળમાં ગુંચવાવાના ડરથી કે પછી આ જીદંગીના અનંત સફરમાં ક્યાંક ક્યારેક અચાનક પૂર્ણવિરામ આવવાના ડરથી?,

કેમ લડું છું હું? દુનિયાની ગલીઓની આંટીધૂંટીઓમાં એકલો ના પડું એટલે કે પછી આ જ ગલીઓમાં તારા સાથનો સુંદર સહારોના છુટી જાય એટલે?,

કેમ જીવું છું હું? તારા દરેક સ્મિતનો સાક્ષિ થવા માટે કે પછી મારા આંખોની પાછળ વસેલા આંસુઓના દરિયામાં તોફાનો ના ઉભરાય એટલે?,

કેમ આટલા પ્રશ્નો કરું છું હું? આ પ્રશ્નોના ના ગમતા જવાબો નથી જાણતો એટલે કે પછી એ પ્રશ્નોના જવાબો નથી જાણવા એટલે?

જાન્યુઆરી 23, 2009 Posted by | કાવ્ય | 3 ટિપ્પણીઓ