” મિત્રતા ”
ખુશીઓ તો આમ પણ મારી જીદંગીથી ભાગે છે દૂર બહું,
અને હવે તો દિલથી દૂર તું પણ ચાલ્યો જાય છે.
મિત્રો તો આમ પણ સાચા નથી મળ્યા જીદંગીમાં મને બહું,
સાથ છોડીને એકલો તો તું પણ આ મિત્રને મુકીને જાય છે.
જીદંગીના અંધારે સાથતો મારો પડછાયો પણ મને નથી આપતો ક્યારેય બહું,
આ અંધારાના સન્નાટ્ટામાં હાથતો તું પણ છોડાવીને ચાલ્યો જાય છે.
આંસુ લુછ્યાતા તેં મારા જ્યારે હાર્યો તો હું આ જીદંગીની આંટી-ઘૂંટીઓમાં બહું,
આજે તું આંસુ લુછવા વાળો આંખોમાં તો આંસુ જ આપીને ચાલ્યો જાય છે.
નથી ખબર પડતી કે ખુશ થાઉ તારા ઉજ્જ્વળ ભવિષ્ય પર કે આજે પાછો રોઉં એ ભૂતકાળની યાદોમાં બહું,
તારઈ મિત્રતાના સાથને ગુમાવીને જીદંગી તો મારી આ એકલતાથી સુની સુની બનતી જાય છે.
કારણ કે મળ્યો હતો હું તને ક્યારેક આજ જીદંગીના કોઇક ચૌરાહા પર ખુશીથી બહું,
પણ ભુલી ગયો હું જીદંગીનો નીયમ કે ક્યારેક ચૌરાહા પર દુઃખી વિદાય આપવાનો સમય પણ આવી જાય છે.
—- અનાયાસ ઝિંઝુવાડીયા