” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” માનવી ? “–અનાયાસ ઝિંઝુવાડીયા

નીકળ્યો હતો જ્યારે હું શાંતીની શોધમાં,

જોઇ મેં મારી જ લાશો ખરડાયેલી લોહીથી દરેક ગલીઓમાં- ઓટમાં,

કર્યા વરસાદ લોહીના મેં મનેજ વારંવાર કાપીને,

રંગી ધરતી મેં લાલ લોહીની નદીઓ ને વહાવીને,

ના સાંભળી ચીસો મેં એ માની, જેની આંખો ચારેય બાજુ શોધતી હતી મને જ લોહીના દરિયામાં.

ના સંભળાઇ એ ચીસો મને લોહી લુહાણ એ મારા બાળપણની,

જે રડતું હતું મરેલી લાશોના ઢગલા વચ્ચે એક જીદંગીની શોધમાં,

હતું આકાશ રંગાયેલુ એ વખતે ચારેય ખૂણે લોહીના જ રંગોમાં,

અને વર્ષ્યા મેઘ પણ આંસુઓના એ દિવસે તો લોહીના જ રૂપમાં.

જીદંગીની ક્ષણે-ક્ષણો માંગતી હતી ત્યારે મોતની ભીખ,

થયો એ દિવસે  જ્યારે હું ” દાનવ ” ભુલાવીને લાગણીઓની પ્રીત,

કર્યા ભાગલા જ્યારે માનવતાના મેં ઇશ્વરના નામે,

આંખોમાં હતું ઝનૂન નવી સૃષ્ટિના સર્જનના નામે,

જીદંગી અને ખુશીના સર્જનને ભૂલી વધારૂં છું હું મોતના આંકડા,

છતાંય ગર્વથી ગણાવું છું મારી જાતને ઇશ્વરની સૌથી સુંદર શરૂઆત જેને સૃષ્ટિ ઓળખે છે “માનવી”ના નામે.

ડિસેમ્બર 17, 2008 Posted by | કાવ્ય | 2 ટિપ્પણીઓ