” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” જીદંગી ” -અનાયાસ ઝિંઝુવાડીયા

life-1

 

 

 

 

 

 

 

 

 

 

સિગરેટના ધુમાડા જેવી છે જીદંગી,

પળમાં ધૂંધળી તો પળમાં પારદર્શી છે જીદંગી,

છતાં ક્યારેક પોતાની તો ક્યારેક પારકી લાગે છે જીદંગી,

કોઇના પણ રોકાવાથી કંઇ થોડી ઊભી રહે છે જીદંગી ?

———–

સંબંધોમાં સચવાયેલી જીદંગી,

એકલતાથી ગભરાયેલી જીદંગી,

ક્યારેક વિશ્વાસ તો ક્યારેક સમજોતા પર ચાલતી જીદંગી,

કોઇનો પણ સાથ છૂટવાથી કંઇ થોડી ઊભી રહે છે જીદંગી ?

——

આંખોથી આંખોની ભાષા સમજતી જીદંગી,

લાગણીઓના ઉંહકાર અનુભવતી જીદંગી,

ક્યારેક પ્રેમમાં જીવતી તો ક્યારેક વિરહમાં મરતી જીદંગી,

સમયના બદલાવો છતાં પ્ર્રેમની પરિભાષા કંઇ થોડી બદલે છે જીદંગી ?

——–

સમયનાં વહેણમાં વહેતી જીદંગી,

આપણાની લાગણીઓમાં ભીંજાયેલી જીદંગી તો,

ક્યારેક યાદોની પાછળ સંતાયેલી જીદંગી,

ક્યારેક હસાવતી તો ક્યારેક રડાવતી જીદંગી,

ઋતુઓના બદલાવાથી શ્વાસ લેવાનું કંઇ થોડી છોડી દે છે જીદંગી ?

 

——

સ્વપ્નોના ગુણાકારોથી બનેલી જીદંગી,

ભૂતકાળની બાદબાકીઓથી ઉભરતી જીદંગી,

તો ક્યારેક ભવિષ્યમાં વર્તમાનનો તાળો મેળવતી જીદંગી,

પરંતુ સરવાળે તો ખાલી શૂન્ય પામવા હોવાના છતાં કંઇ ગણતરીઓ થોડી છોડે છે જીદંગી ?

——–

તારી આંખોની ચંચળતામાં રમતી જીદંગી,

તારા હોઠોના સ્મીતમાં હસતી જીદંગી,

ક્યારેક તારા આંસુઓમાં રડતી તો, ક્યારેક તારી ખુશીમાં ઝૂમતી જીદંગી,

પણ જો તારો સાથ ના હોય તો શું સાચે કહેવા લાયક છે જીદંગી ને જીદંગી ?

ડિસેમ્બર 1, 2008 - Posted by | કાવ્ય

4 ટિપ્પણીઓ »

 1. cigarett na dhumada jevi che jindagi sachi vat

  buddy ahi koi ne bagadta var nathi lagti

  samji gayo ne???

  ટિપ્પણી by mihir | ડિસેમ્બર 1, 2008

 2. એકલતાથી ગભરાયેલી આ જીદંગી,

  પરંતુ સરવાળે તો ખાલી શૂન્ય જ પામવા હોવાના છતાં કંઇ ગણતરીઓ થોડી છોડે છે આ જીદંગી ?

  ક્યારેક તારા આંસુઓમાં રડતી તો, ક્યારેક તારી ખુશીમાં ઝૂમતી આ જીદંગી,

  પણ જો તારો સાથ જ ના હોય તો શું સાચે જ કહેવા લાયક છે આ જીદંગી ને જીદંગી ?

  .. nice .. dude … bt i thnk mst of us dnt knw hw to live “ZINDAGI”

  ટિપ્પણી by nehal | ડિસેમ્બર 3, 2008

 3. fine …life = hard work

  ટિપ્પણી by gelot bina | ડિસેમ્બર 26, 2008

 4. apya chhe khuda a mane 2 rasta aajmava mate,
  tu chhodi de mane k pachhi hu chhodi dau tane jamana mate,

  kevi rite mangu tane bhuli javani dua,
  haath uthta nathi a dua mangva mate,

  kari nathi me koi neki jivan ma kyarey,
  pan kari chhe ghani prarthnao chhupai ne tane paamva mate..

  ટિપ્પણી by mitra | જાન્યુઆરી 2, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: