પરિચય:

અનાયાસ ઝિંઝુવાડીયા ( ” આંશિક ” )
જન્મ સ્થળ – વઢવાણ
મૂળ વતન – ધંધૂકા
ઉછેર – અમદાવાદ
હાલ – ન્યૂયોર્ક
અભ્યાસ – માસ્ટર્સ ઇન ફાર્માકોલોજી
ઇ-મેઇલ – herbu_hotmail@yahoo.com
” ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ અને રસીકોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. “
નાનપણથી જ વાંચવા અને લખવાનો શોખ હતો પરંતુ ક્યારેય કંઇક માતૃભાષામાં લખાણ કરી શકેલ નહીં.
મારી આ એક નાની શરૂઆત છે. ખાસ મને વાર્તા લખવાનું ગમે છે પરંતુ કાગળ પર અંદરની ભાવના શબ્દોને કલમ વડે રમતા મૂકવાની હિમંત ક્યારેય થયેલ નહીં. પણ છેલ્લે એમ થયું કે લાવને પેનની શાહીથી આ આંટીઘૂંટી ભર્યા જીવનમાં એક નાનકડી શરૂઆત કરીએ અને મે મારી પ્રથમ ૪ પંક્તિઓ લખી.
આજે ૨ વર્ષથી ન્યૂયોર્કમાં રહ્યા બાદ અદંરની સાહિત્ય પ્રત્યેની લાગણીઓ બહાર આવવા મથે છે જે હું તામારી સમક્ષ રજૂં કરું છું
ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ અને રસીકો માટે મે મારી વેબ સાઇટ ચાલુ કરી છે તો મને તમારા સાથની જરૂર છે કે આપણે સાથે મળીને આપણી ભાષાને સમૃધ્ધ અને જીવંત રાખીએ.
good man keep it up
very good hope one day ur book win booker award
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો ..સુંદર વાત કહી. તમારી કલમે સર્જન થતું રહે એવી અભિલાષા. ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત..
http://www.mitixa.com
દક્ષેશભાઇ આપનો ખુબ-ખુબ આભાર. હું નવો હોવાથી તમારા આ પ્રોત્સાહનની જરૂર હતી જેના બદલ તમારો આભાર. તમને જો કોઇ સુચના આપવાની ઇચ્છા થાય તો મારી વિનંતી છે કે મને મોકલશો.
- અનાયાસ ઝિંઝુવાડીયા
hey buddy,, like your poems … keep it up.. we r always wid u…
ભાઈ અનાયાસ,
અભિનંદન. આપની પાસે સવાલો,લાગણી,સંવેદના,તર્ક,કલ્પના,અનુભવો એ તમામ છે. આપની રજૂઆત પણ ધારદાર છે. વધુ વાંચન,વધુ લખાણ ,વધુ મહેનત અને વધુ મથામણ દ્વારા આપ વધુ રંગ લાવી શકશો એવો વિશ્વાસ વ્યકત કરવામાં આનંદ અનુભવું છું.
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
અભીનન્દન……
શ્વાસ તો ખૂટી જવાને હોય છે,
પરપોટો ફૂટી જવાને હોય છે.
લાખ એને સાચવે આંખો છતાં
સ્વપ્ન તો તૂટી જવાને હોય છે.
Namskar,
hu pan dhandhuka no vatni chhu
kyarek mara blogni pan mulakat lejo
ભાઈ અનાયાસ,અભિનંદન. આપની પાસે સવાલો,લાગણી,સંવેદના,તર્ક,કલ્પના,અનુભવો એ તમામ છે. આપની રજૂઆત પણ ધારદાર છે. વધુ વાંચન,વધુ લખાણ ,વધુ મહેનત અને વધુ મથામણ દ્વારા આપ વધુ રંગ લાવી શકશો એવો વિશ્વાસ વ્યકત કરવામાં આનંદ અનુભવું છું.
જય શ્રીકૃષ્ણ,
અનાયાસે જ આ આપ અનાયાસ ના બ્લોગ પર આંશિક નજર પડતા જ નજરમાં વસી ગયો. આપનું આગમન ખૂબ જ સરસ છે…