“વળાંક “
**
જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું, જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,
કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ આજે અહીંયા કદાચ હું પણ નથી.
બસ ખાલી અસ્તિત્વ છે તો એ સુંદર યાદોનું ,
જ્યાં ક્યારેક જીંદગી પણ ખડખડાટ હસતી હતી, જ્યાં તારા માસુમ ગુલાબી સ્મિતને જોવા ચારેય દિશાઓમાં સૂર્ય પણ થંભી જતો હતો,
જ્યાં તારા હોઠોના સળવળાટે ફૂલો પણ ખીલી ઉઠતા હતા, જ્યાં તારી આંખોના પલકારે પવનની દિશાઓ પણ બદલાતી હતી,
આજે પણ આ કુદરત તારી એ આંખોની માસુમીયત અને સુંદર સ્મિતને ઝંખે છે,
એટલે જ મન મારું આજે કહે છે કે ,
“જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું ,જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,
કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ અહીંયા આજે કદાચ હું પણ નથી. “
**


good one herbu…especially last 2 lines….
મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી
જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી
મારી ઓળખાણ મને પુછશો નહીં
તમને ખબર નથી તો મને પણ ખબર નથી.
“જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું ,જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,
કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ અહીંયા આજે કદાચ હું પણ નથી. “
wow! good one.
nice one , keep it up
good luck
તમારી અનુભુતિની તમારિ ભાષામાં નિખાલસતા સરસ તરી આવે છે.
આવો અને વાંચો મારી વેબ
http://himanshupatel555.wordpress.com
આભાર
ખુબ સુંદર અભિવ્યક્તિ વિના કાવ્યે કાવ્ય જ વાંચતા હોય તેમ અનુભવાય.
bahu saras.
very fine dear i really impress with your blog
with best wish happy new year and happy diwali