” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” શમણાની રાહે ” – અનાયાસ ઝિંઝુવાડીયા

..

આજે શમણાની દ્રષ્ટીએ જ્યારે જોવા બેઠો છું જીંદગીને હું,

થયું મને કે માફી આજે તો તારા હ્દય પાસે માંગી લઉ હું.

આવી છે એક જીંવત લહેર બની મારી જીંદગીમાં એવી તું,

થાય છે મનને કે સ્વપ્નોની એ સીડીએ આજે તો પાપા-પગલી પાછી કરી લઉ હું.

..

તારી આંખોના સ્વપ્નબિંદુમાં મારા સ્વપ્નોના રંગ છલકાતા જોઉ છું આજે હું,

થાય છે આ મનને કે અમિદ્રષ્ટીએ આજે તો એને રસભર નીહાળી લઉ હું.

ગુલાબની કળીઓ પરોઢીયે ખીલતી જોઉં છું તારા સ્પંદને હું,

થાય છે આ હ્દયને કે છબી આજે તો આ મારા મનડામાં જડી લઉં હું.

..

તારા પ્રેમની સીમાઓનો છોર ક્યારેક જોઈ નથી શકતો હું,

થાય છે ઝંખના મને કે લાગણીઓના સાગરમાં આજેતો તને સમાવી લઉ હું.

તારા સ્વપ્નોને છોડી મારા સ્વપ્નોના મારગે સાથ આપવા આવી છે તું,

કહે છે મનડું મારૂં કે નવી રાહ આજેતો આપણા સ્વપ્નોની બનાવી લઉં હું.

January 17, 2010 Posted by | કાવ્ય | , , , , , , , , , , , , , , , | 9 Comments

   

Follow

Get every new post delivered to your Inbox.